________________
૯૮
(૨), ગ્રાહકથદ, સર્વથા પાપ વ્યાપારોથી રહિત, ત્રણ ગરવથા રાહત, ત્રણ ગુપ્તિધારક, પાંચ સમિતિ પાળનાર, રાગદ્વેષ વજિત, નગર-નિવાસ-સ્થાન–શરીર અને ઉપકરણ વિગેરેમાં મમતા રહિત, અઢાર હજાર શીલાંગને ધારણ કરનાર, જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીના ધારક, ધીર, સુવર્ણ અને લેહમાં સમાન બુદ્ધિવાળા, ધર્મધ્યાન અને શુક્લ ધ્યાનમાં સ્થિતિ કરનારા, જિતેન્દ્રિય, કુક્ષિસંબલ, ઉદરપૂર્તિ માત્ર જ આહારને ગ્રહણ કરનારા, જગતના તમામ છ પ્રત્યે સમદષ્ટિવાળા, સૌનું કલ્યાણ કરવાની કામનાવાળા, હંમેશાં શક્તિ પ્રમાણે આત્મવિશુદ્ધિ કરનારા, વિવિધ પ્રકારના તપ કરનારા, અખંડિતપણે સત્તર પ્રકારના સંયમને પાળનારા, અઢાર પ્રકારના બ્રહ્મચર્યને ધારણ કરનારા, એવા ગ્રાહકને દાન આપવું તે ગ્રાહક શદ્ધ દાન કહેવાય છે.
તે ઉપરાંત દીન, દુઃખી અને કષ્ટમાં આવી પડેલા જેના તાત્કાલિક દુઃખ દૂર કરવા માટે જે દાન આપવામાં આવે છે, તે અનુકંપા દાન કહેવાય છે. દુઃખી જીવમાત્ર પ્રત્યે અનુકપાબુદ્ધ રાખવાના હોય છે. પછી તે મનુષ્ય હોય કે પશુ હેય. મનુષ્યમાં પણ ગમે તે જાતિને હોય પણ તેનું વર્તમાન સંકટ દૂર કરવાની બુદ્ધિથી અને તેને બુદ્ધિ મળે એ ભાવનાથી દાન આપવાની પર માત્માની આજ્ઞા છે. દુઃખી જીના દુઃખ દૂર કરવા માટે અનુકંપાદાનને પ્રભુએ કયાંય નિષેધ કર્યો નથી. ત્યાં.
-
તે
(
૩.*