________________
૪૯
બે માર્ગોમાંથી જે માગ ઈષ્ટ હોય તે માર્ગે ગમન કરવું અર્થાત સુખની અભિલાષાવાળાએ ઈન્દ્રિયે નિણહ કરવાં સતત ઉદ્યમ કર. ઈન્દ્રિયે એજ નરક અને સ્વર્ગ૩૫ છે. નિગ્રહ કરેલી ઈન્દ્રિય પાપથી બચાવીને સ્વર્ગમાં લઈ જાય છે, જ્યારે છૂટી મૂકેલી ઇન્દ્રિય યથેચ્છપાપ કરાવીને નરકમાં લઈ જાય છે. ૪૮
અહીં ઈન્દ્રિયવિજ્યમાં અતિ આસક્તિના પરિહાર રૂપ મર્યાદા બતાવી તેનું કારણ એ છે કે અહીં સામાન્ય ગૃહસ્થ ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે. સર્વથા ઈન્દ્રિયજય તે સાધુપણામાં કરી શકાય છે.
ઉપર જણાવવામાં આવ્યા છે તે ૩૫ ગણો એ ધને પાયો છે. પાયે મજબૂત ક્યાં વિના જેમ મહલ સ્થિર થઈ શકે શહિ, તેમ એગ્યતા વિના શ્રાવક કે મનિ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. પાત્રતા કેળવવા માટે જીવનમાં માર્ગોનુસારીના આ ગુની અતિશય આવશ્યકતા હેવાથી સૌથી પ્રથમ તેને રજુ કરવામાં આવ્યા છે. આવા માર્ગો નુસારી જીવને ધર્મ તત્ત્વ જાણવાની ઈચ્છા થાય એ સ્વાભાવિક છે. તેથી હવે પછીના પ્રકરણમાં ધર્મને લણ જણાવવામાં આવશે.
' *
*
*
४७ आपदां कथितः पन्था, इन्द्रियाणामसंयमः
तज्जयः संपदा मार्गा, येनेष्ठ सेन गम्यताम् ॥ ४८ इन्द्रियाण्येवतत्सर्व, यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च ॥ ધ-૪