________________
૫૫
અગર તે સક્રિય હશે તેા ક્રિયાથી અટ્કો જ કેમ ? કારણ કે, નિત્ય હાવાથી સ્વરૂપ કદી ખદલાશે જ નહિ, એથી તેનામાં ક્રિયાક્રિ ઘટે જ નહિ અને તે સંસારી મટી મુક્તામા પણુ અને નહિ, વળી તે સુખી હોય તે દુઃખી થઈ શકેજ નહિ અને દુઃખી હાય તા સુખી થઈ શકે જ નહિ. આમ એકાન્ત નિત્યવાદથી સત્ર વિરોધ જ આવશે. વળી જો એકાન્ત અનિત્ય માનવામાં આવે તે ક્ષણ વિનશ્વર તે આત્મા આ ક્ષણે ક્રિયા કરીને ખીજી ક્ષણે નાશ પામે; એટલે ક્રિયાનાં ફળ સુખ-દુઃખ આદિને ભેાકતા તે મની શકશે નહિ. આ ક્ષણે ક્રિયા કરનાર આત્મા જુદો, ખીજી ક્ષણે ઉત્પન્ન થનાર ક્રિયાનું ફળ ભોગવનાર આત્મા જુદા. એમ કોઈનાં પુણ્ય-પાપ કાઈ ખીન્ને આત્મા ભોગવનાર ખનશે એ વાત જ તદ્ન અનુચિત છે, માટે પદાર્થ માત્ર કથ'ચિત્ નિત્યાનિત્ય છે. સાનાનુ કડું હાય, તેને ભાંગી કુંડલ કરાવવા છતાં સાનું તે સેાનારૂપે જ રહે છે. માત્ર તેના કડારૂપી પૂ પર્યાય નાશ થયા અને કુડલરૂપે નવે પર્યાય ઉત્પન્ન થાય તે રીતે પદાર્થ માત્ર પણ દ્રવ્યરૂપે નિત્ય છે. છતાં તેના એક પર્યાયના નાશ થાય છે અને ખીજો પર્યાય પ્રગટે છે, તેથી પર્યાય વડે અનિત્ય છે. એટલે પદાથ માત્ર દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી અનિત્ય છે. તે જ રીતે પદાર્થ માત્રનું કથ'ચિત્ ભિન્નાભિન્ન વગેરે પણ સ્વમુદ્ધિથી સમજી લેવુ'. એ રીતે જે આગમમાં જીવ, અજીવ, આદિ પદાર્થોનુ સ્યાદ્વાદ શૈલીથી કથ'ચિત્ નિત્યાનિત્યાદિ સ્વરૂપ જણાવ્યુ હોય તે જ આગમ વચન તાપશુદ્ધ હાઈ ઉપાદેય બની શકે છે.