________________
પર
કે “શુદ્ધ અનુષ્ઠાન દ્વારા કર્મમેલ દૂર થવાથી મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન અદિ ગુણના લાભ થવા રૂ૫ ફળવાલી પ્રગટ થયેલી જીવશુદ્ધિ તે જ ધર્મ. ૩
ધર્મના ઉપર્યુક્ત લક્ષણમાં વ્યવહાર ધર્મ અને નિશ્ચય ધર્મ બન્નેને નિષ્કર્ષ આવી જાય છે.
ચિત્તની શુદ્ધિ-પુષ્ટિ વિના કેવળ કાયિક-વાચિક પ્રવૃત્તિમાં જ ધર્મ માનવે તે અગ્ય છે. તેમજ ચિત્તશુદ્ધિમાં કારણભૂત તપ, જપ, સામાયિક, પ્રતિકમણ, દાન, શિલ આદિ કાયિક-વાચિક પ્રવૃત્તિ વિના માત્ર કલ્પિત મનશુદ્ધિને જ ધર્મ માની લે તે પણ અગ્ય છે, કારણ કે તપ, જપ, સામાયિક, પ્રતિકમણ, દાન, શીલ આદિ અનુષ્ઠાને મનશુદ્ધિનાં પ્રબળ નિમિત્તે કારણે છે. જે કાર્યનું જે કારણ હોય તે કારણેનું વારંવાર આદર અને સન્માન પૂર્વક આસેવન કર્યા વિના કદી પણ કાર્યની ઉત્પત્તિ થતી નથી.
વ્યવહાર અને નિશ્ચય બને પરસ્પર સાપેક્ષ છે. એકલી બહાકિયામાં કે આચરણ વિના કલ્પિત મનની નિર્મળતામાં જ ધમ સમજનારા બ્રાન્ડ છે. અર્થાત્ વસ્તુ. સ્થિતિથી અજ્ઞાત છે. નિર્મળ ચિત્તદ્વારા જે કાંઈ શુભ પ્રવૃત્તિ થાય છે, તે વ્યવહાર ધર્મ છે અને કાયિક શુભ ३ शुद्धानुष्ठानजन्या कर्ममलापगमलाभलक्षणा___ सम्यग्दर्शनादिनिर्वाणबोजलाभफलाजीवशुद्धिः धर्मः ।
धर्मबिन्दुटीका
क्षणा