________________
૧૪
શ્રુતજ્ઞાન કરતાં અપેક્ષાએ ચઢીયાતું છે. રૂપી દ્રવ્ય આ જ્ઞાનનો વિષય છે.
અલોકમાં પણ લોક જેવડા અસંખ્યાત ખંડો જોઈ શકે તેવું સામર્થ્ય આ જ્ઞાનના ક્ષયોપશમમાં હોય છે (અલોકમાં માત્ર આકાશાસકાય દ્રવ્ય જ છે જ અરૂપી છે.) ગુણ પ્રત્યયક અર્વાધિજ્ઞાનના ક્ષયોપશમના ત૨ત - મતાથી અસંખ્ય ભેદ થઈ શકે પરંતુ મુખ્ય છ ભેદ બતાવેલા છે.
મન: પર્યયજ્ઞાન
આમાં પણ મન: પર્યાયાવરણીય કર્મોના ક્ષયોપશમની અત્યન્ત આવશ્યકતા રહેલી છે. અઢી દ્વીપમાં રહેલા વ્યંજ્ઞિ જીવોના માનસિક ભાવોને સારી રીતે જાણી શકે છે.
આત્માની આટલી બધી શુદ્ધિ, પંચમહાવ્રત ગ્રહણ કરી, મન-વચન અને કાયાની આ પ્રમતાવસ્થા પ્રાપ્ત કર્યા વિના થતી નથી. માટે જ આ જ્ઞાનમાં બાહ્યા ચા૨ની શુદ્ધિ કરતાં ભાવાચા૨ની શુદ્ધિ હોય છે, તેમની પ્રત્યેક ક્રિયામાં જ્ઞાનાચા૨ મુખ્ય હોય છે. મન-વચન અને કાયાનું મૌન તેમનું જીવન હોય છે, વૈષયક, કાષયક અને વિકથા ભર્યું જીવન તેમનું હોતું નથી. આહા૨ શુદ્ધ, વચન શુદ્ધ અને સત્વશુદ્ધ જ અપ્રમાદી જીવનનું મૌલિક કારણ છે; જે ભાગ્યશાળીઓ ગુરુકુળવાશમાં સ્થિ૨ ૨હી બ્રહ્મનિષ્ઠ ૨હે છે. તેઓ જ તીર્થંકરદેવોના વાશદાર બને છે. અને પોતાના અપ્રમત્ત જીવનમાં આ જ્ઞાન મેળવી શકતા હોય છે.