________________
૨૫
(૪) અનુયોગનો વિધિ કહેવો, જેમ કે ગુરુઓએ પોતાના
નૂતનશષ્યોને પ્રથમ સૂત્રાર્થ કહેવો. પછી નિર્યુકિત પૂર્વક અર્થ કહેવો અને પછી પ્રશાંગાનુસાર બધો અર્થ
કહેવો. (૫) અનુયોગની પ્રવૃતિ કહેવી એટલે કે તેનું પ્રર્વતન કયાં
સાર્થક બનવા પામશે ? ગુરુ અનેશિષ્ય બંને પ્રમાદી હોય ત્યાં અનુયોગનું પ્રવર્તન ન થાય. પણ ગુરુ ઉધમી અને શિષ્ય પણ ઉદ્યમી હોય ત્યાં અનુયોગનું પ્રવર્તન બરાબર થશે. જયારે ગુરુ ઉધમી શિષ્ય પ્રમાદી, અથવા ગુરુ પ્રમાદી અને શિષ્ય ઉદ્યમી હોય ત્યાં કથંચિત કદાચિત અનુયોગનું પ્રવર્તન ઘરડા થયેલા
હાથીની જેમ થશે. (૬) સૂત્રોનો અનુયોગ ક૨ના૨ એટલે કે સૂત્રોને ભણાવનાર
આચાર્ય, ઉપાધ્યાય કે સ્થવરમાં કયાં અને કેટલા ગુણો હોવા જોઈએ તેની સ્પષ્ટતા દશવૈકાલિક સૂત્રની
નિર્યુકિતની ગાથાઓથી જાણવી. (૭) અનુયોગ કરવા માટેની પર્ષદા પણ ત્રણ પ્રકારની
છે. તેમાંથી દુર્વિદધા નામની પર્ષદા અયોગ્ય જાણવી. કેમકે આ પર્ષદામાં બેસનારાઓ ઉઘણશી, નિંદક અવળ ચંડા, પૂર્વગ્રહ કે દષ્ટિરાગના કાળા ચશમાં પહેરેલા હોવાથી પ૨શ્રમ બેકાર છે.