________________
23Y
નથી. તેવી રીતે કમેના મૂળીયાને તપશ્ચર્યારૂપી અગ્નિમાં બાળી નાખ્યા પછી તેમને ફરીથી કર્મો ચોંટતા નથી. આ ક્ષાયિક ભાવનો ચમત્કા૨ છે. ક્ષયનિષ્પા ફળસ્વરૂપે કેવળજ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્ત થતાં જ તે આત્મા, અરિહંત, જિન અને સર્વજ્ઞ બને છે. વૃક્ષના મૂળને આગ લાગ્યા પછી ડાળ, પાંદડા, ફળ, ફૂલોને પણ નાશ પામ્યા વિના બીજો માર્ગ નથી. આવી રીતે મોહનીય કમનો (મોહનીયની ૨૮ પ્રકૃત્તિઓનો) નાશ થતાંજ જ્ઞાનાવરણીય કર્મ અને તેની ઉત્તર પ્રવૃત્તિઓ-મતિ જ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાના વ૨ણીય મન: પર્યાયાવરણીય અને કેવળ જ્ઞાનાવરણીયનો પણ નાશ થાય છે.
દર્શનાવરણીય કર્મનો ક્ષય થતાં જ નિદ્રા, નિદ્રાનિદ્રા પ્રચલા, પ્રચલા પ્રચલા તથા ત્યાનંદÉનો પણ ક્ષય થાય છે. દર્શનાવરણીય કર્મનો ક્ષય થતાં ચા૨ દર્શનાવરણીય અને પાંચ નિંદ્રાદિ નવે ઉત્તર પ્રવૃત્તિઓની સત્તા નિર્મૂળ થાય છે.
અનન્તાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન તથા હાસ્ય, શત, અર્શત, ભય, શોક, જુગુચ્છા, પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંશક વેદનો તથા મિથ્યાદર્શનની શખ્યત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યામોહનીય રૂ૫ અહાવીશ પ્રવૃત્તિઓનો ખાતમો થાય છે. અંતરાય કર્મનો