________________
RD
૨થનો, ઘોડાનું હણહણવું, હાથીનું ચીશવું, મયૂરની કેકાનું અનુમાન કરવું. આ પ્રમાણે લિંગથી ઉત્પન્ન થયેલા કાર્યનું અનુમાન.
કારણરૂપલિંગથી ઉત્પન્ન થતું અનુમાન આ પ્રમાણે છે. આ તંતુઓ પટ (વસ્ત્ર)ના કારણ રૂપ છે. પણ પટ તંતુઓનું કારણ નથી. તૃણ વિશેષ શાદડી (ટ)નું કારણ છે.
ગુણથી, લિંગજન્ય અનુમાન, કશોટી પ૨ સુવર્ણને ઘરાવાથી ઉત્પન્ન થયેલી રેખાથી સુવર્ણનું અનુમાન કરવું. ગંધથી પુષ્પનું અનુમાન, ૨૨થી લવાદનું. આસ્વાદથી મદશાનું, સ્પર્શથી વસ્ત્રનું અનુમાન કરવું તે ગુણનિપ્પા છે. અવયવથી શરીરના એક અવયવરૂપ જેમ કે શૃંગથી મહિષ. શિખાથી કુકડાનું, દાંતથી ઢથીનું, દાઢથી વાહનું, પિંછાથી મયૂરનું, ખરીથી ઘોડાનું, નખથી વાઘનું, પૂંછડાથી વાન૨નું, ચૂડી પહેરેલા હાથથી સ્ત્રીનું અનુમાન ક૨વું.
આશ્રયથી એટલે અમુકચિનોથી આશ્રયીનું અનુમાન ક૨વું. જેમ કે ધૂમાડાથી અનનું, બલાક પંક્તિથી પાણીનું, મેઘવકા૨થી વરસાદનું, શીલસદાચારથી કુળપુત્રનું અનુમાન કરવું. તે આશ્રય રૂ૫ લિંગથી આશ્રયીનું શેષવત્ અનુમાન છે.
દષ્ટસાધર્યુ અનુમાન બે પ્રકારે છે. સામાન્યદષ્ટ અને વિશેષ દષ્ટ.