________________
૪૦૭
સમ્યગ્દર્શનનો પ્રકાશ મુદલ નથી. અને મેળવી શકે તેમ પણ નથી. આયુષ્યની મર્યાદા પણ અસંખ્યાત અને અનન્ત ઉત્સર્પિણી તથા અવર્રાર્પણી પર્યન્તની છે. તેમ છતાં રાધાવેધની સમાન. મનુષ્યાવતા૨માં અવતરેલા જીવાત્માને. દર્શનાવ૨ણીય કર્મના ક્ષયોપશમથી સામાન્યથી. એટલે નામ, ઠામ અને આકા૨ વિનાનું અચક્ષુદર્શન ચક્ષુદર્શન, અર્વાધદર્શનના વિષયભૂત સામાન્ય બોધરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે.
સંસા૨ની (કર્મસત્તાની) વિચિત્રતાને લઇ, આપણે સૌ અનુભવીએ છીએ કે, એક બાજુ પુણ્યકર્મના કા૨ણે શ્રીમંતાઇ છે. રૂપસત્તા છે, જ્યારે બીજી બાજુ આંધળાપણુ, એક્ષિપણું, કાણા, બાડાપણું, છેવટે પોતાની પડખે રહેલી વસ્તુને પણ ન જોઈ શકે તેટલી હદે આંખોની કમજોરી લઈને અવતરેલા છે. આમાં ચક્ષુદર્શનાવ૨ણીય કર્મનું પ્રાધાન્ય સ્પષ્ટ દેખાઈ આવે છે અને અચક્ષુ દર્શનાવ૨ણીય કર્મના કા૨ણે મૂંગાપણું. બહેરાપણું, લંગડાપણું, ઠુંઠાપણું ઉપરાન્ત મનના કમજોર ગાંડા ફુરેલા મિજાજના માનવો પણ દેખાય છે, ઈત્યાદિ પ્રસંગોને જોયા પછી જાણવાનું સ૨ળ રહેશે કે કૃતકર્યું, કેટલા બધા તાકાતવાળા હોય છે. છતાં આષાઢ શ્રાવણ માસની નદીના જોરદા૨ વેગમાં ઘસડાતાં, ઘસડાતાં પત્થરશે પણ ગોળાકા૨ના ક્યાં નથી થતાં ? તેવી રીતે સંસા૨ની માર ખાતાં જીવો પણ કોઈક ભવમાં જ્ઞાન અને દર્શન પ્રાપ્ત કરવા માટે સમર્થ બને છે. જ્ઞાનની વાત