________________
YOC
પહેલા કહેવાઈ ગઈ છે હવે દર્શન માટે વિચારીએ.
જે જ્ઞાનમાં કોઈ જાતનો આકાર કે વિશેષણ ન હોય. તેને દર્શન કહેવાય છે. સામે કંઈક દેખાય છે. શું દેખાય છે ?' તેની ખબર નથી. પણ કંઈકને કંઈ છે. જરૂર આ જ્ઞાનને જૈન શાસને દર્શન રૂપે સંબોધ્યું છે. તે આત્માનો ગુણ હોવાથી પ્રમાણ છે. ઈન્દ્રિયો ભાવ અને દ્રવ્યરૂપે બે પ્રકારે છે. વિગ્રહ ગતમાં કે અવગ્રહગતિમાં જીવાત્માને ભાવેન્દ્રિયો અવશ્ય હોય છે. અને તેને અવરોધ ક૨ના૨ ભાવેશ્યાવરણીય કર્મ પણ સાથે જ હોય છે. જયારે દ્રવ્યેયો વર્તમાનભવ પૂરતી જ હોય છે અને તેના આવરણીયકર્મો પણ સાથે હોય છે. ગાય વિના વાછરડું અને વાછડા વિના ગાય ૨હેતી નથી. તેવી રીતે વાછડા જેવા કર્મો પણ જીવાત્માના પ્રતિ પ્રદેશે બંધાયેલા છે, જોરદાર બંધાયેલા છે, તીવ્ર અને તીવ્રસ્થતિમાં બંધાયેલા છે. કેટલાક નિકાચિત (ભોગવ્યાવિના ન છુટે) રૂપે અને કેટલાક અનિકાચિત રૂપે પણ બંધાયેલા છે.
આ બને ઈન્દ્રિયો પ્રાય: કરી એક બીજાનો સહકાર ઈચ્છનારી હોવાથી. ભાવજિયાવરણીય કર્મોનો ક્ષયોપશમ હોય અને દ્રવ્યેન્દ્રિયોનો ઉપઘાત પણ થયો ન હોય તો ચક્ષદર્શનની લબ્ધ પ્રાપ્ત કરેલા જીવોને નિયત સ્થાનમાં ૨હેલા ઘટાદ દ્રવ્યોમાં ચક્ષુદર્શન થતાં વાર લાગતી નથી.
આંખનો ડોળો, કાનમાં રહેલો પડદો જે પૌદ્ગલિક