________________
૫૫
અને સંખ્યા પ્રમાણમાં અવતરિત થશે. જીવના ઉપયોગ ધર્મ સ્વરૂપ સામાયિક હોવાથી જીવ ગુણ પ્રમાણમાં, અને જ્ઞાન દર્શન તથા ચારિત્રરૂપે ત્રણે ઉપયોગમાં રિપર્ક જ્ઞાન પ્રમાણમાં સમાવતાર પામશે. તેમાં પણ પ્રત્યક્ષ અનુમાન, ઉપમાન અને આગમ પ્રમાણમાં અને તેમાં પણ લૌકિક અને લોકોત્તરકમાંથી લોકોત્તર આગમમાં તથા આત્મારામ અત્તરાગમ અને પરમ્પરાગમ રૂપે ત્રણે આગમમાં સમાવતાર જાણવો.
(નોંધ) પૌદ્ગલકવાદ ભૌતિકવાદ કે માયા વાદ ના રંગમાં રંગાયેલો કે રંગાવેલો સંસારનો પ્રપંચ માત્ર ઔદાયિક ભાવ છે. પુણ્યકર્મ જ્યાં સુધી હશે ત્યા સુધી વાંધો ન પણ આવે. પરન્તુ મર્યા પછી શું ? માટે ઘડી આધી ઘડીને માટે પણ દયિક ભાવનો ત્યાગ કરી. જાણી બુઝીને ત્યાગ કરી. અથવા બલજમ્બરીથી ત્યાગ કરી ક્ષાયોપશમક ભાવમાં આવવાનો પ્રયત્ન કરવો તેને આંત્મક પુરૂષાર્થ કહેવાય છે. ક્ષાયોપશમક ભાવ, સંવ૨ ભાવ કે સામાયિક ભાવ, શબ્બે જ જૂઘ છે પણ અર્થમાં ભાવાર્થમાં લગભગ એક જ અર્થ ને સૂચિત કરે છે કે, ભાગ્યવાન ! દુગર્તના દ્વાર બંધ કરી આવતા ભવને સુધારવા માટે જ મનુષ્યાવતાર છે. આ લક્ષ્ય તારી સામે હશે તો આગળ વધવામાં વાર નહીં લાગે.
આ પ્રમાણે રામાવતાર પૂર્ણ થયો. અને તેમ થતાં, ઉપક્રમ નામનું પ્રથમ કા૨પણ પૂર્ણ થયું છે.
જ ઉપક્રમ
સમાપ્ત