Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 527
________________ xca મળવું અને તેમાં ભાવટયા, ભાવક્ષમાં પૂર્વકની દ્રવ્ય અને ભાવ પાપોની નિવૃત્તિ દ્વારા માનવતા મેળવવામાં શરીરની તાકાત કામે આવતી નથી પણ જાગૃત થયેલા આત્માની અદમ્ય શત કામે આવે છે. અનાર્ય ક્ષેત્ર કરતાં આર્ય ક્ષેત્ર, અનાર્ય જાતિ અને કુળ કરતાં આર્યજાતિ અને કુળ હજાશે ગુણા શ્રેષ્ઠ એટલા માટે છે કે આ સ્થાનોમાં આહિસ્સદની આરાધના પ્રત્યે ભાવોત્પતિ થતાં વાર લાગતી નથી. રૂપોપત્તિ સાથે શરી૨ની નિરોગી અવસ્થા મનને ઈન્દ્રિયોને સ્વસ્થ રાખવામાં મદદગા૨ બનશે. પરિણામે “ચિત્તે સર્વ વચમ્' આ ન્યાયે શરીરરૂપી ભાડાના મકાનમાં રહેલો આત્મા પણ સ્વસ્થ બનવા પામશે. સાથે સાથે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન વિનાનો બનશે. અને ફરીથી મારે દુર્ગતિમાં જવું નથી, પ૨માધામીઓની મા૨ તથા યમદૂતોના ડંડા ખાવા નથી, માવડીઓની ગંદી કોટડીમાં નવ મંહના સુધીનો કારાવાસ ભોગવવો નથી અર્થાત્ જન્મ મ૨ણના ફેરામાંથી મારો આત્મા મુફત થાય તે માટે બુદ્ધિના વિકાસમાં આગળ વધશે. જેના સહવાસમાં આવતાં જ અહેસા-સંયમ અને તપોધર્મ સ્વરૂપ દેશના (વ્યાખ્યાન) સાંભળશે. સાંભળેલી વાતોને હૈયામાં ધારી રાખશે. જેના કારણે સૃદ્વિવેક નામના ધર્મની પ્રાપ્ત થતા વાર લાગશે નહીં. ધર્મની માતા દયા છે અને પિતા વિવેક છે. માટે બને માનવીય ગુણોમાંથી શધર્મ નામના પુત્રની પ્રાપ્તિ સુલભ બનશે. ફળસ્વરૂપે આત્મામાં અદ્ભુત સર્વથા

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542