________________
૪૯૨
આપણા દેવદુર્લભ જીવનમાં સંવાદ જી શકે તેમ નથી.
દ્રવ્યમાંથી પ્રયોગથી કે સ્વભાવથી અમુક પર્યાયોનો વ્યય થાય છે અને બીજા પર્યાયોનો ઉત્પાદ પણ સાથે જ થાય છે. મતલબ કે દ્રવ્યોમાં પર્યાયોનો ઉત્પાદ આજે થાય અને વ્યય કાળે થાય આવું કોઈ કાળે બની શકે તેમ નથી. મતલબ કે અમુક પર્યાયોનો ઉત્પાદ અને અમુક પર્યાયોનો વ્યય સાથે જ થાય છે. જે સૌ કોઇને સગી આંખે દેખાય તેવી વાત છે. આવી ર્સ્થાિતમાં કોઇને નિત્ય જ અને બીજાને નિત્ય જ કહેવું તે યુક્તિયુક્ત નથી. કેમ કે સંસા૨વર્તી એક પણ દ્રવ્ય સર્વથા નિત્ય નથી. તો નિત્ય પણ નથી. જીવ શાશ્ર્વત જ છે એટલે નિત્ય જ છે. તેમ પણ શી રીતે કહેવાય ? માટે સાપેક્ષ ભાષાનો વ્યવહા૨ કરીએ, જેમ કે :- માટી દ્રવ્યની અપેક્ષાએ ઘટ નિત્યપણ છે. કેમ કે, માટી, દ્રવ્યનો ક્યારેય નાશ થવાનો નથી, જ્યારે માટી દ્રવ્યમાં જે આકા૨ વિશેષ ઉત્પન્ન થયો છે તેને ઘટ કહેવાય છે. માટે ઘટ નત્ય પણ છે. સારાંશ કે માટી, સુવર્ણ, રૂ, જીવ, પીત્તલ, ચાંદી આદિ દ્રવ્યો છે જયારે ઘટ, બંગડી, ખમીસ, મનુષ્ય, હાંડો, કડા આદિ પર્યાયો છે. માટે દ્રવ્યર્થિક નયે દ્રવ્યો ભલે નિત્ય રહ્યાં અને પર્યાર્યાર્થક નયે પર્યાયોની અપેક્ષા રાખીને દ્રવ્ય નિત્ય પણ કહી શકાય છે. આવી રીતે કર્મવશ બનેલો આત્મા ગમે તે ર્ગાતઓમાં ભટકે તો પણ જીવદ્રવ્યને વાંધો