________________
૪૯૪
પણ કેવળ જોયા જાણવા માત્રથી પેટ ભરાય તેમ નથી. માટે મની બેગ લઈ, કંદોઇને ત્યાં જઈ, લાડવા ખરીદવા રૂપ ક્રિયાઓ કર્યા વિના બીજો માર્ગ કોઇની પાસે નથી. અને ખરીદેલા લાડવા પેટમાં પધરાવવા એ જ ફળાદેશ છે.
આ રીતે મોક્ષ મેળવવા માટે દર્શનજ્ઞાનની આરાધના આવશ્યક છે અને જેમ જેમ કા૨ણોમાં શુદ્ધતા, શુ૨તા અને શુદ્ધતમતા વધતી જશે. તેમ તેમ મુક્તિ મેળવવા માટેનું યથાખ્યાત રિત્ર પણ પ્રાપ્ત થશે. જે ક્રિયા કલાપો વિધિ-અનુષ્ઠાનોનું ફળ છે.
લંગડો માણસ માર્ગને જોઈ શકે છે. પણ ચાલવાની ક્રિયા કરી શકવા માટે સમર્થ નથી. જ્યારે અંધ માણસ ચાલી શકે છે. પણ માર્ગને જોઈ શકતો નથી. એટલે કે જ્ઞાન વિનાનો છે. માટે સામે લાગેલી ભયંક૨ આગને અંધ માણસ જોઈ શકતો નથી અને લંગડો આગળ વધી શકતો નથી. પરિણામે બંનેને વિના મોતે મર્યા વિના બીજો કોઈ માર્ગ નથી.
આવી રીતે દર્શનજ્ઞાન વિનાનો માનવ અંધ છે અને ચારિત્ર વિનાનો લંગડો છે. શેષ વિસ્તા૨થી ટીકાથી જાણવો સુસ્પષ્ટ અને સ૨ળ ભાષામાં છે.
જે
અનુયોગ દ્વાર સૂત્ર સમ્પૂર્ણ. ***