Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 538
________________ ૪૩ નથી પણ પર્યાયોના કારણે જીવની સંજ્ઞા બદલાતી રહે છે. જેમ કે – આ દેવ છે, માનવ છે, દેડકો, વાઘ, શિયાળ, કીડો, મકોડો, ગાય, ભેંસ કે ના૨ક છે, તેવી રીતે આ ત્રિવેદી, ચતુર્વેદી, ઔદિચ્ય બ્રાહ્મણ, કાન્યકુબ્ધ બ્રાહાણ, આ ઓશવાલ, પોલવા, મારવાડી, ગુજરાતી, કોઠારી, બાકુના, ભંડારી, આદિ અગણિત પર્યાયોમાં જીવ તેનો તે જ છે. કેવળ પર્યાયો જ બદલાતા રહ્યાં છે અને આ પર્યાયોના પાપે, અભિશાપે, સુખ દુ:ખ, સંયોગ તથા વિયોગ આ દ્ધોને જીવ પોતે ભોગવી ૨હ્યો છે. પણ પર્યાયો જીવ નથી. પણ જડ છે. જયારે આત્મા ચૈતન્ય સ્વરૂપી છે અને જડ તથા ચૈતન્યનું મિશ્રણ જ સાર છે માટે જીવાત્મા ને જૂઘ જૂદા શરીશે, વણ, આદિ પર્યાયો ધા૨વા જરૂરી છે. મોક્ષમાં ગયેલાસિદ્ધાત્માઓ પણ અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન, અનન્ત સુખ આદિના પર્યાયોના માલિક છે. મતલબ કે મુતાવસ્થામાં પણ જીવ, જ્ઞાનમય છે. સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ. આ ત્રણે પદોમાં શમ્યગદર્શન, સમ્યગૃજ્ઞાન ચાહે ક્ષાયોપશામક હોય કે ક્ષયક હોય, મુક્તમાં જવા માટે તે કારણ છે. જ્યારે યથાખ્યાત નામે ક્ષયક ચારિત્ર તે કાર્ય છે. માટે દર્શનજ્ઞાનની આરાધનાનો ફળાદેશ ચારિત્ર છે. કંદોઈને ત્યાં તૈયાર થયેલા ઘેવર લાડવા જોયા, જાણ્યા,

Loading...

Page Navigation
1 ... 536 537 538 539 540 541 542