________________
૪૯૧
જય પ્રકરણ
અનુયોગના ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય – આ ચા૨ દ્વા૨ છે. તેમાંથી આદિના ત્રણ સવિસ્ત૨ ચર્ચાઈ ગયા પછી હવે નયનો અવસર છે. નૈગમ, સંગ્રહ વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભરૂઢ અને એવંભૂત આદિ સાતની સંખ્યામાં ગયો છે. તેમાં પહેલા ચાર આર્થક અને છેલ્લા ત્રણ શબ્દક નયો છે. બીજી રીતે પણ દ્રવ્યર્થક અને પર્યાયાર્થક, ત્રીજી રીતે વ્યવહાર અને નિશ્ચય રૂપે તથા ચોથા રૂપે જ્ઞાનનય અને ક્રિયા નયે પણ બે ભેળે છે. જે
સ્યાદ્વાદમુદ્રામાં મુદ્રિત હોય ત્યારે સુનય અને એક બીજાના આશયને સમજયા વિના નિરપેક્ષ રીતે વાત કરે ત્યારે તે નયો દુર્નયસ્વરૂપને ધારણ કરે છે. સંસારને ચંદ અમૃતમય બનાવવો હોય શમ્યજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો હંમેશાને માટે સૌ કોઈએ સાપેક્ષ ભાષાનો જ ઉપયોગ કરવો જોઈએ. કેમ કે પ્રત્યક્ષ દેખાતા સંસારમાં દ્રવ્યો એક સમાન નથી, પર્યાયો પણ એક સમાન નથી. તેમ પર્યાયોને ધાર્યા વિનાનું દ્રવ્ય પણ નથી અને દ્રવ્ય પણ પર્યાયોને અપનાવ્યા વિના કોઈને પણ કામમાં આવતું નથી. માટે જ પદાર્થના નિત્યનો, અનિત્યનો, શાશ્વત કે અશાશ્વતનો નિર્ણય કોશદ્રવ્યની અપેક્ષાએ કે પર્યાયોની અપેક્ષાએ કરીએ તો. વાદ-વિવાદ, વિતંડાવાદ અને કુતર્કોની માયાજાલમાંથી ક્યારેય બહા૨ નીકલી શકવાના નથી. અને તેમ થયું તો પંડિતાઈ, મહાપંડિતાઈ, વાક્છટા, આંદે ઉમદા તત્ત્વો પણ