________________
૪૮૩
અદ્ભુત સંયમ અર્થાત્ પાપોની, પાપ દ્વારોની, પાપી ચેષ્ટાઓની નિવૃત્તિ થશે. મતલબ કે દ્રવ્ય અને ભાવની શુદ્ધિ વધતા જ સામાયિક સાર્થક બનશે. (૧૮).
કાળદ્વારની વાત કરતાં સૂત્રકારે કહ્યું કે શ્રત અને શમ્યની મર્યાદા ૬૬ સાગરોપમની છે. અને વિરતની કંઈક ઓછી પૂર્વકોટિની મર્યાદા છે. પ્રથમના ત્રણ જધન્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની અને સર્વવતની એક સમયથી છે, કારણ કે જે સમયમાં મહાવ્રત ઉચ્ચર્યા અને બીજા સમયે જ આયુષ્યનો ક્ષય કદાચ થાય તેથી એક સમયની કહી છે.
આ રીતે બીજા દ્વારા બહુશ્રુત પાસેથી જાણવા. ઉપોદ્યાનકત અનુગમનું પ્રકરણ પૂર્ણ થયું.
સૂત્ર સ્પર્શક નિયુક્તિ અનુગમ.
એટલે અખૂલત, અમીલિત અવ્યત્યાડત, પ્રતિપૂર્ણ શબ્દ, કંઠોષ્ઠવિપ્રમુક્ત અને ગુરૂવચનોપગત રૂપે અણ શુદ્ધ સૂત્રનું ઉચ્ચારણ કરવું તે સૂત્રસ્પર્શકનર્યુકત અનુગમ કહેવાય છે. આ શબ્દોઆવકના પ્રકરણમાં સ્પષ્ટ કર્યા છે, ત્યાંથી અર્થો જાણી લેવા.
આ ઉપરાન્ત સૂત્ર સંબંધી બીજા પણ દોષોનો પરિહાર કરવો જરૂરી છે. કહ્યું પણ છે કે જેમાં સૂત્ર લઘુ હોય, અર્થ મહાન હોય, ૩૨ દોષ હિત હોય, ૮ ગુણ યુક્ત હોય આટલા લક્ષણો વાળું સૂત્ર કહેવાય છે જેમ કે :