________________
૫૮
પણ મેળવી શકશો. અથવા બહારના માયાવી વ્યવહારને ખુશ કરવા માટે યોગરાજનું પ્રમાણ પત્ર પણ મેળવી શકશો. પણ આન્તરમન (જે અત્યન્ત ગુપ્તમન છે.)ના તોફાનોને શમાવી ન શક્યા. ભોગવાયેલી અથવા ભોગમાટે તૈયાર કરેલી વિષય વાસનાની સ્મૃતિઓને, અથવા કષાયોની ગુંડાગિરિને દબાવી ન શક્યા તો તમે ન રહેશો ઘ૨ના કે ઘાટના ! કભકથી શ્વાસોશ્વાસ પછી તમે યોગરાજની બિઠ્ઠાવળી પ્રાપ્ત કરશો તથાપિ ગુપ્તમન ના ગુપ્ત પાપોને કંટ્રોલમાં ન કરી શક્યાતો ?
આવી સ્થિતિમાં ભાવદયાના સાગર ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું કે સાધક ! તારે આત્માનું કલ્યાણ જ કરવું હોય, સૂકી ગયેલા ચામડા જેવાઆત્માને મૂલાયમ કરી, તેમાં દર્શન-જ્ઞાન અને ચરિત્રના બીજારોપણ કરી. મુક્તિમોક્ષ, જ્વળજ્ઞાન અને મહાવિદેહમાં સીમન્દર પ્રભુના ચરણોમાં દીક્ષિત થવાના મીઠા - મધુરા ફળોને મેળવવાના ભાવ હોય તો નીચે પ્રમાણેની આધ્યાત્મિક યોગ સાધનાનો અભ્યાસ કરજે. (૧) ોધ - માન- માયા અને લોભ આ ચારે કષાયો
આત્માના ઘડવૈરી છે. તેમ સમજી આ ચંડાલ ચોકડીની વૃત્તિ અને પ્રવૃત્તિ થી પણ દૂર કહેજે. પ્રશસ્ત કષાયોની ઉધી વેતરણમાં ફસાઈને પણ
કષાયોનું સેવન તારા માટે હાનપ્રદ થશે. (૨) પાંચેઈન્દ્રિયોના પાંચે ઘોડાઓને સર્વથા કંટ્રોલમાં લીધા