________________
૪૯
સ્થાવર અને ચારે વનસ્પતિ સ્વરૂપ ભાવદિશામાં ચારે સામયિકના માલિકો, પૂર્વપ્રતિપwાક અને પ્રતિપદ્યમાન પણ નથી, કેમ નથી ? જવાબમાં જાણવાનું કે ચારે ગતઓમાં મનુષ્યગતને મોક્ષનું દ્વાર એટલે કે જંકશન તુલ્ય અને દેવદુર્લભ કહી છે. પુણ્યાતશયના કારણે મેળવેલ મનુષ્યાવતારમાં, સીમાતીત, અર્થાત્ જૈનત્વની મર્યાદાને સપૂર્ણતયા દેશવ આપી, વિષયવાસના વશ, લોભાબ્ધ કે સ્વાર્થાન્ત બનીને જૂદી જૂદી જાતની ઉમ્રની સ્ત્રીઓના ભોગવિલાસોમાં જીન્દગીને ખપાવી દેનાર તથા અસંખ્યાત જીવોનું હનન, મારણ થાય તેવા પ્રકારની તલ, મગફળી અને કપરાઆ આદિ ઓઈલ મીલો, તેજાબ, સાબુ અને કેમિકલના વ્યાપારો, કપડા, સણ આદની મોટી મોટી મીલો, જંગળોના ઠેકા લઈ કોલસા પડાવવા, ઝાડો કપાવવા તથા બિલ્ડર થઈને મોટી મોટી બિલ્ડીંગો બંધાવવી આંદ ૧૫ કર્માદાનોમાં દયા રહેતી નથી. ધર્મના સંસ્કાશે ૨હેતા નથી, ટકતા નથી અને ક્રૂર, ઘાતકી, પ્રપંચી જીવનના માલીકોમાં શર્માત – શમ્યગદર્શન હોતું નથી. હોય તો પણ મૃત્યુ સમયે વમન થયા વિના રહેતું નથી. આવી સ્થિતિમાં તેવા જીવોનો અવતાર એકેન્દ્રિય યોનિ સિવાય બીજે ક્યાંય પ્રાય: કરીને નથી અને ત્યાં ગયેલો જીવ એટલે કે એકેન્દ્રિયાવતારને પામેલો જીવ કેટલીય ચૌવિશીઓ થયા પછી પણ બહાર આવતો નથી. આ કારણે જ પરમાત્માએ કહ્યું કે, માનવ ! ચાર દિવસના ચાંદના જેવા સંસા૨ને