________________
૪૪
૪૮,મિનિટનું સામાયિક તેવી રીતે કરું જેનાથી મારો આત્મા ભવવનાનો થાય. આવાવિચાશે ચારિત્રોદય કે મંતજ્ઞાનના ફળો છે. પણ આની પાછળ ચા૨ત્ર મોહનીય કર્મ અને મતિજ્ઞાનાવ૨ણીય કર્મની સવારી પણ તૈયાર થઈને બેઠી છે. જેનાથી સામાયિક લીધા પછી સંતો ગપ્પીદાસની પાસે ઉઘણશીની પાસે અથવા ધર્મની આડમાં દેવ, ગુરૂ અને ધર્મના નિદકની પાસે બેસીને પોતાના અમૂલ્ય ચાત્ર ધર્મને ગંઘે કરી નાખશે. મતલબ કે પૂર્વોપાર્જિત સત્કર્મ અને દુષ્કર્મને લઈ આપણા આત્માની દશા આવી થઈ જતાં વાર કરતી નથી. માટે ૨૩ કલાક અને ૧૨ મિનિટ દ૨મ્યાન ભલે સંસારની માયામાં હું પણ ૪૮ મિનિટ સુધી આ સંસા૨માં મારો કોઈ નથી. હું કોઈનો નથી. ઈત્યાદિ પવિત્ર ભાવનો વધારો કરે અને આંખ – કાન તથા જીભને સર્વથા મૌન આપીને સ્વાધ્યાયમાં અથવા ગુરૂ સાન્નિધ્યમાં સમય પસા૨ ક૨શે તો દર્શન જ્ઞાન ચારિત્રની શુદ્ધિ થશે. જે આત્મ કલ્યાણનો આ સીધો માર્ગ છે. આવી રીતે દઢ સંકલ્પ કરે. ત્યાગ કરવા માટે પ્રેકટીશ કરે. તો કોઈને કંઈ પણ વાંધો આવે તેમ નથી.
નિક્ષેપનો ચોથો ભેદ ક્ષપણા છે. ક્ષપણા અપચય અને નિર્જશ આ ત્રણે પર્યાયવાચી શબ્દો છે. કમને ખંખેરી નાખવા, બાળી નાખવા અને અનાદિ કાળથી આત્મ પ્રદેશોપ૨ મજબુત પકડ જમાવી બેઠેલા કમેને વિદાય કરવા નિમૂળ ક૨વા તે ક્ષપણા, અપચય કે નિર્જરા કહે છે.