Book Title: Anuyogdwar Sutra
Author(s): Purnanandvijay
Publisher: Jagjivandas Kasturchand Shah

View full book text
Previous | Next

Page 508
________________ Y93 કરાતી સામયિકને જ ભાવ-આય કહેવાય છે. જ્યારે નોઆગમથી ભાવ આય પ્રશસ્ત અને અપ્રશસ્ત રૂપે બે પ્રકારે છે. સમ્યગ્ દર્શન – સમ્યગ્ જ્ઞાન અને સામયિકના સંસ્કા૨ે આત્માના પ્રદેશો સાથે ચોલમજીઠીયા રંગે સાંમ્મલિત થાય તે પ્રશસ્ત આય છે. અને રિહંત સિદ્ધ ગુરૂ અને પોતાના આત્માની સાક્ષી એ લીધેલી સામયિકમાં દ્વેધ, માન, માયા, લોભ તથા ભોગવેલા વિષયોની તથા તે ત્રિઓની મિઠ્ઠી મધુરી સ્મૃતિમાં અને કલેશ, જીભા જોડી, રાજકથા, દેશથા, ભોજન કથા અને સ્ત્રી કથામાં સામયિકના ૪૮, મિનિટ પૂરા કરવા તે અપ્રશસ્ત આય છે. એટલે કે આવી રીતે જો સાર્યાયક વિષાનુંષ્ઠાન અથવા ગરળાનુષ્ઠાન કહેવાશે. (નોંધ) ક્ષાયોપર્શમક સમ્યગ્દર્શનની આજ મોટામાં મોટી કરૂણતા છે કે, જ્ઞાનોદય અને જ્ઞાનાવરણીયોદય, ચરિત્રોદય અને ચરિત્રમોહનીયોદય આદિ કર્મોની એક બીજા થી વિરૂદ્ધ પ્રકૃતિઓ લગભગ સાથે જ વર્તતી હોય છે, જેમકે તિજ્ઞાન કે ચરિત્રોય ના કા૨ણે આવા ભાવ થાય છે કે “સંસાર વિષ ભરેલા નાગ જેવો છે. એની માયા નાગણ કરતાં પણ ભૂંડી છે. જેનો ડંખ કોઈને બાલ્યકાળમાં, બ્રેઇને પરણ્યા પછીની જુવાનીમાં, બ્રેઇને પ્રૌઢાવસ્થામાં, તો કોઇને વૃદ્ધાવસ્થામાં પણ લાગ્યા વિના રહેતો નથી. અને ડંખ લાગેલો માનવ બેહાલ થઈને, આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નો માલિક બની યમસદન ને પ્રાપ્ત થાય છે.'' મને ડંખ લાગે તે પહેલા. ગુરૂકુળ વાસમાં ૨હી શુચારિત્ર પૂર્વક

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542