________________
૪૧
મતલબ કે જ્ઞાનના, ચરિત્રના, ક્રિયાના ઉપયોગમાં આટલી બધી શક્તિ રહેલી છે. માટે જ કહેવાયુ હશે કે, "જ્ઞાનીશ્વાસોશ્વાસમાં કરે કર્મનો ક્ષય અર્થાત્ કર્મોના અનન્ત પર્યાયોનો ક્ષય કરે છે. આ વાત ભાવ અક્ષીણતા માટેની છે. જ્યારે ભાવથી નો આગમનો આશ્રય કરી. શ્રુતજ્ઞાની જયારે શિષ્યોને સામાયિક શ્રુતજ્ઞાનનું પ્રદાન કરે છે. તો પણ વાચના ઘતાને તે અક્ષીણ જ હોય છે. જેમકે એક સ્થાનમાં રહેલ દીપ હજાશે દીપોંને પ્રકાશિત કરે છે. તો પણ મૂળદીપ તેમનો તેમ ચમકતો જ રહે છે. મતલબ કે પોતે ક્ષીણ થતો નથી અહીં આચાર્ય ભગવંતો દીપ સમાન છે. તેમનાથી શિષ્ય વર્ગ શ્રત સમ્પદાને પ્રાપ્ત કરે છે. આગમ દાતા ઉપયોગવંત હોવાથી આગમ છે. તથા વાણી અને કાયાની ક્રિયામાં નો આગમ જાણવું.
૩] આય :
નિક્ષેપનો ત્રીજો ભેદ આપ છે. જેનો અર્થ પ્રાપ્ત લાભ થાય છે. નામ સ્થાપના અને દ્રવ્યથી આગમ તથા નોઆગમનો પ્રપંચ આવશ્યકની જેમ જાણવું. કેવળ દ્રવ્યનો આગમ તવ્યતિરક્ત, લૌકિક પ્રવચનક અને લોકોત્તરક રૂપે ત્રણ પ્રકારે છે. લૌકિક પણ સચિત, અસંચિત અને મિશ્રરૂપે ત્રણ પ્રકારે છે તેમાં દ્વિપદમાં દાસ, દાસી આદિ બે પગવાળોની પ્રાપ્તિ ચતુષ્પદ, હાથી, ઘોડા, અને અપદમાં આંબા આદ જાણવા ચિત્તમાં સુવર્ણ, રજત (ચાંd) મણિ (ચન્દ્રકાન્તાદ) મોતી, શંખ, (૨નવિશેષ)