________________
૪૬૯
એકાગ્રતા પૂર્વક સામાયિકમય બની જાય છે. નોઆગમથી ભાવસામાયિકનું સ્વરૂપ આ પ્રમાણે છે.
“સંસારની પ્રવૃત્તિ અને વૃત્તિનો સંપૂર્ણ ત્યાગ કરી. જેનો આત્મા સંયમ (મૂળગુણ) નિયમ (ઉત્તરગુણ) અને તપ (અનશનાદ)માં ઍહિત છે. તેને સામાયિક કહેવાય છે." "જે ત્રશ અને સ્થાવર જીવો પ્રત્યે સમાન ભાવે રહે છે. એટલે કે કોઈ પણ જીવની હત્યા, મન – વચન કાયાથી ક૨તો નથી, કરાવતો નથી, અને ક૨ના૨નું અનુમોદન કે સહવાસ પણ કરતો નથી તે સામાયિક છે.' ચર્ધાપિ સંયમમાં સ્થિરતા રાખના, સર્વે જીવો પ્રત્યે દયાલ જ હોય છે, તો પણ જૈન ધર્મ દયાપ્રધાન દયા મૂલક હોવાથી ત્રા સ્થાવ૨ જીવોની દયાને સૂચિત કરતો પ્રસ્તુત શ્લોક પૃથફ મૂક્યો છે. સર્વે જીવો પ્રત્યે સમાન ભાવ રાખનાર શ્રમણ છે. ‘મને જેમ દુ:ખ, ગાલી, અપમાન, હાન, ચોરી, બદમાશી ગમતા નથી તો મારે પણ કોઈને દુ:ખ થાય, શેવું પડે, તેવું વર્તન કરવું ન જોઈએ. તથા મને જે વાત પ્રિય છે તે બીજાઓને પણ હોઈ શકે છે આ કારણે સામાયિક
સ્થ આત્મા કોઈનો ઢષી નથી. તેમ રાગવંત પણ નથી. આ પ્રમાણે જેમનું મન કેળવાયેલું હોય તે સામયિકના માલિક છે. જૈન શ્રમણ કેવો હોવો જોઈએ ? (૧) ઉગ – એટલે સાપ પોતે પોતાનું ઘર બનાવતો નથી
પણ ઉદ૨ડાઓએ બનાવેલા મકાનમાં રહે છે. તેમ