________________
૪૦
છે. હઠયોગના માધ્યમથી બાધેજિયોને કંટ્રોલમાં લેવા કરતા રામ્યજ્ઞાન અને સમ્યફ ચારેત્રથી મનને, ઈન્દ્રિયોને, અને શરીરને કંટ્રોલમાં લેવા બિનધાસ્ત માર્ગ છે. વધારી દીધેલા પાપાનો અપચય (ક્ષય) અને નવા પાપાનો અનુપચય (અબ) સામાયિકનું ફળ છે. જ્ઞાનક્રિયાત્મક હોવાથી આગમના એક દેશમાં રહે છે. માટે નોઆગમમાં સમાવેશ કર્યો છે. અહીં અધ્યયન, અફીણ, આય અને ક્ષપણા આ ચારે નામો સામાયિક, ચતુવિંશતિ સ્તવના સામાન્ય છે. માટે જ સામયિક અધ્યયન કહેવાય છે. તેને જ અક્ષીણ આય અને ક્ષપણા પણ કહી શકીએ છીએ.
૨] અક્ષીણ:
સામાયિક અને તેનું ફળ પણ અક્ષણ છે. નામ, સ્થાપના દ્રવ્યથી આગમ અને નોઆગમમાં જ્ઞ અને ભવ્ય શરી૨ની ચર્ચા દ્રવ્યાવશ્યકની જેમ જાણવી કેવળ નો આગમમાં લોક અને અલોકની જેમ શ્રેણ (પ્રદેશ) છે. તે પ્રદેશને એક પછી એક કાઢતા ૨હીએ તો પણ લોકા લોકના પ્રદેશોનો અંત નથી. માટે તવ્યતિરિક્ત દ્રવ્યતા આકાશ પ્રદેશાન્તર્ગત હોવાથી અક્ષીણતા જાણવી. આગમથી ભાવ અક્ષીણતા અર્થાત્ સાધક તેમાં ઉપયોગવંત હોવાથી જાણવી. તેમાં પણ વૃદ્ધો આ પ્રમાણે કહે છે. ચતુર્દશ પૂર્વધારી જયારે આગમમાં ઉપયોગ વાળા હોય છે. ત્યારે અન્તમુહૂર્ત પ્રમાણ તે ઉપયોગના પર્યાયોનો પણ અનન્ત ઉર્જાર્પણી અને અવર્સીર્પિણી પૂર્ણ થાય તો પણ તે પર્યાયો પૂર્ણ થતા નથી