________________
૫૭
કહેવાય છે. જયારે નો આગમથી ભાવ અધ્યયન આ પ્રમાણે છે. જેમાં અધ્યાત્મનું આગમન થાય ભાવથી નોઆગમ છે, મતલબકે આત્મનિર્માઘ ઈતિઅધ્યાત્મ એટલે કે આત્માનું લર્ચ કરીને તથા તેને શુદ્ધ - શુદ્ધતમ બનાવવાને માટે જે સામાયિકદિ થાય તેને અધ્યાત્મ કહેવાય છે. અનાદિકાળના સંસારમાં આવા ભાવાનુષ્ઠાનો પ્રાપ્ત થયા હશે કે નહીં ? તેનો નિર્ણય કરવા કરતાં આ વિષમ વિષમતમ કાળમાં પણ આપણા ભાગ્યોદયે ફરીથી મનુષ્યાવતારમાં પણ ઉચ્ચ ખાનદાની પૂર્વક જૈનશાસન, શ્રદ્ધા અને તે માટેનું શરીર મન તથા વચન બળ જયારે પ્રાપ્ત થયું છે. તો તેનો લાભ યથા શક્ય અને યથા પરિસ્થિતિ લઈએ તો વાંધો આવે તેમ નથી. પ્રવાહ બદ્ધ અનન્તાન્ત કર્મોના ભારથી આત્માની પુરૂષાર્થ શક્તિનો ઉપયોગ કરે. અને ૪૮, મિનિટ ને માટે પણ સંસારની સપૂર્ણ માયાનો ત્યાગ કરી દેવાય તો પણ હાનિ નથી. પણ લાભ ઘણો છે.
વિપશ્યનાયોગ તથા કુંડળનીને જાગૃત કરવાની યોગ પ્રક્રિયાઓમાં, સામાયિક યોગ જ સર્વશ્રેષ્ઠ મૌલિક કારણ છે. વિપશ્યનાયોગમાં અથવા યોગના કેન્દ્રોમાં જઈને તમે પદ્માસન લગાવી શકશો. નાકની અણીપ૨ આંખને સ્થિર કરી શકશો. વસ્ત્ર અને શરીરની પવિત્રતા પૂર્વક, ઘીમાં લાંબા, કે વધારે લાંબા સ્વાસ ઉચ્છવાસના માધ્યમથી કુંભક દ્વારાQોશ્વાસને રોકી પણ શકશો. નાક, કાન, આંખ અને હોઠ પ૨ આંગળીઓ મૂકી, ૨-૪, મિનિટ સુધી સ્થિરતા