________________
૫૩
માનનો સમાવતાર ઔદાયક ભાવે માયામાં એવી રીતે થશે કે માયા એટલે પોતાના જીવનમાં કંઈ પણ ભલીવાર ન હોય. છતાં બધું મારામાં જ છે. આ કારણે તેના જીવનમાં જૂઠ, પ્રપંચ, માયામૃષાવાદ, આદિનો પ્રવેશ શુલભ બનતાં માન અહંકાર કર્યાવિના બીજ માર્ગ નથી. અને લોભને રાક્ષસની ઉપમા આપી છે. શા માટે ? તેના રૂપો, નાટકો અને નૃત્યો પણ જૂઘ જૂદા આ પ્રમાણે છે. એકને દ્રવ્યનો લોભ, બીજાને વિષય વાસનાનો, ત્રિજાને પુત્રનો, ચોથાને ઈજજત આબરૂનો, પાચમાને પરિવાર વધારવાનો, છઠ્ઠાને મિથ્યા પ્રતિષ્ઠાનો, સાતમાને આડંબર વધારવાનો લોભ હોય છે. ઈત્યાદિ કારણે લોભને રાક્ષસ કહ્યો છે. જેના ઉદ૨માં માયા પણ સમવર્તા૨ત થઈ જાય છે. કેમકે સીમાતીત લોભી માણસ માયાવી પ્રપંચી અને સંસા૨નો વૈરી બને છે. આ બધી વાતો ઔદાયક ભાવમાં વર્તતા જીવાત્માની છે.
ક્ષાયક ભાવની વિચારણા કરતાં કહ્યું કે, જયારે ગુરૂકુળવાસ, ૨સ્વાધ્યાય માતા આદિ ગુણોની આરાધનાથી જીવાત્માને અનિવૃત્ત કરણ એટલે અનપવર્તનીય આત્માની અનાદિ કાળની મડદાલ વૃતિ બેદ૨ કા૨ વૃત્તિનો ત્યાગ કરી. ઉજાગ૨ દશામાં પ્રવેશ પામે છે અને ક્રમે ક્રમે કમના ર્દાલકનો ક્ષય કહે છે. તેને ક્ષપક શ્રેણ કહેવાય છે. કષાયોના ક્ષયનો ક્રમ આ પ્રમાણે છે. જયારે માનનો ક્ષય કરવો હોય ત્યારે તેને માયામાં, માયાનો લોભમાં સમાવતાર કરે છે. અને માન, માયા લોભના ક્ષયમાં આગળ વધે છે. આ પ્રમાણે પરસ્પર એકબીજાનો સમાવતાર સમજી લેવો, રાગદશા