________________
૪૪૨
=
થતો જ નથી. પણ ગ્ન હોય ત્યાં ધૂમાડો હોય કે ન પણ હોય, સગડીમાં કે લોખંડના ગોળામાં ગ્ન છે પણ ધૂમાડો નથી, તેવી રીતે તમે આત્માના અભાવને સિદ્ધ ક૨વા માટે કૂદકાતો મારો છો. પણ હેતુ દેવામાં કેવી ભૂલ ખાઈ ગયા છો, આત્મા નથી. શા માટે નથી ? ગુણોની ઉપર્લાબ્ધ નથી માટે, પણ આ હેતુ, હેતુ નથી પણ હેત્વાભાસ છે. કેમકે આત્મામાં, પ્રત્યેક આત્મામાં નાના મોટા સૌ કોઇને આત્મામાં હમેશાને માટે ૨હેના૨ા જ્ઞાíદગુણો, સુખ દુ:ખ સંયોવિયોગદિ ગુણો પ્રત્યક્ષ દેખાઈ રહ્યા છે, જેમ એક સ્થાને રહેલ ઘટ દેખાય છે તો તેમાં રહેલા લાલ આદિ ગુણો પણ સૌને પ્રત્યક્ષ છે. તેવી રીતે આત્મા ગુણી છે. અને જ્ઞાદિ ગુણો સાથે તાદાત્મ્ય સંબંધથી સંબંધિત છે. કહેવાયુ પણ છે કે ‘જ્ઞાદિ ગુણોને લઈ આત્માની સત્તા સર્વત્ર એટલે કે, સંસા૨ાવસ્થામાં કે મુફ્તાવસ્થામાં પણ માન્ય છે, જેમ રૂપરંગઉદની ઉપíબ્ધથી ઘર્યાદ પ્રત્યક્ષ છે. માટે આત્મા છે જ નહીં. આમ કહેવું હાસ્યાસ્પદ છે. જૈન શાસને મુક્તાવસ્થામાં પણ જ્ઞાદિ ગુણોને માન્ય રાખ્યા છે. (૩) અસદ્ ભાવત્વ:- ૫૨સમય વક્તવ્યતાને ન માનનારા શબ્દનયોએ અનર્થ અહેતુ આદિ વડે વિચા૨ણા કર્યા પછી હવે અસદ્ભાવ તેની અસત્યતા બતલાવે છે. પદાર્થ માત્રને એકાન્ત ણિક માનતા હોવાથી તેમની આમાન્યતા અસદ્ભૂત છે. કેમકે સંસા૨ના વ્યવહા૨ સાથે ક્ષણિકવાદનો મેળ કોઇ કાળે પણ જામતો નથી.