________________
૫
જવા માટે નો માર્ગ ખુલ્લો થાય છે. આ રીતે પૂરા સંસારમાં વૃદ્ધગત થયેલા માંસાહા૨ના મૂળમાં કપોલ કપત શાસ્ત્રોજ કારણ રૂપે બનવા પામ્યા છે. (૬) અનુપદેશિત્વ - એટલે સ્થળે સ્થળે શાસ્ત્રોમાં જયારે
પશુવધ, માંસાહારઆદિના વચનો સૂક્તો મંત્રો આવતા હોય તો શાસ્ત્રોના નામે વિષય વાસના, શરાબ પાન, વેશ્યાગમન આદમાર્ગે જતાં માનવને કોણ રોકી શકશે ? ઉપરોક્ત પ્રસંગો મિયાદર્શન ના હોવાથી તથા તેમના બનાવેલા હોવાથી પ૨સમય વકતવ્યતા ને માનવાનો નિષેધ વ્યાજબી છે.
સારાંશ કે કોઈ પણ તત્વની ચર્ચા કરવા અગાઉ સૌ કોઈ પોતાનો હઠાગ્રહ, કદાગ્રહ અને પૂર્વગ્રહ છોડ્યા પછી ચર્ચા કરશે તો કંઈક પામશે. જીવન ટૂંક છે. માટે કતક વિતંડાવાશે અને મિથ્યા કલ્પાનાઓમાં જીવન ખતમ કરવું હિતાવહ નથી.
માટે જૈન શાસને કહ્યું કે ગમે તેવી ચર્ચા કરીએ પણ મારી વાત આમ જ છે.
હું કહું છું તે જ સાચુ છે.
મારૂ વક્તવ્ય અને પ્રવચન શાસ્ત્રમાન્ય જ છે. આ પ્રમાણે જ' લગાડીને વાતો કરવાવાળાઓ ક્યારેય સ્યાદ્વાદતત્વને સમજી શકશે નહીં. તો આચરવાની વાત જ ક્યાં રહી ? માટે સ્વસમય વકતવ્યતામાં શ્રદ્ધાળુ બનીને જીવનને સંર્ઘષમાંથી બચાવવું શ્રેયસ્કર છે.