________________
yuo
મિશ્રણ થઈ જાય તો જીવને પણ અશુભ અને અશુદ્ધ લેયાઓનો માલિક બનતા. વાર લાગતી નથી. અને તેમ થયું તો રાગ દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, વિષય વાસના, તથા પરેગ્રહમાં અત્યાıકતના કારણે શરાબના નશામાં બેભાન બનેલાની જેમ તે જીવાત્મા પણ સંસારની માયામાં તેવી રીતે મસ્ત બનશે. જેના કારણે આત્માનો, આત્માના ગુણોનો, ઈશ્વરનો અને ઈશ્વરી માયાનો પણ ખ્યાલ ક્યારેક આવશે નહીં. વ્યવહા૨નયે કદાચ ઈશ્વર પૂજન, દાનદ શધે તેની જીભ પર જ ૨મ્યા કરશે. જયારે આત્મારામની દશા ધોયેલા મૂળાની જેવી જ ૨હેવા પામશે.
આવી સ્થિતિમાં પણ આસક્ત ભવ્યતાનો પરિપાક ભાગ્યમાં હોય તો, સંસારની માયાને ભોગવતાં કઈક સમયે તેવા પ્રકારની ઠોકર વાગી જાય છે. જેના કારણે. સંત સમાગમ કરવાની ભાવના જાગશે. જીવ અને અજીવ ના ભેદો જાણશે. પાપ અને પુણ્યના પ્રકાશે અને ફળોને જાણશે. અને છેવટે તેને થશે. કેશંસારની માયાજ વિશ્વાસ ઘાતિની છે માટે ની જિજ્ઞાસા થશે. પ્રયત્ન કરશે. અને ઘીમે ઘીમે નવા કર્મોના બંધનને છોડવા માટે વ્રતધારી બનશે. તથા જૂના કમેન ખંખેરી દેવા માટે સાત્વિક તપનું સેવન કરશે. આવી ક્રિયાઓને જૈનશાશને ક્ષાયોપશમક ભાવ કહ્યો છે. અને તપશ્ચર્યાની અને જોરદાર બની જાય. તેમાં કર્મોના મૂળિયા એક પછી એક ભસ્મસાત્ થતાં જાય તેને ક્ષાચક ભાવ કહ્યો છે.
આ સૂત્રમાં સમાવતા૨નો વિષય છે. એટલે ક્રોધનો