________________
૪૪૩
તેના પ્રરૂપક બુદ્ધદેવ પણ ઘણા વર્ષો સુધી પૃથ્વીને પાવન કરતા રહ્યા છે. ઉપદેશો આપ્યા છે. પોતાનો સંઘ સ્થાપ્યો છે. સંઘની વ્યવસ્થા માટેના વિધિ વિધાનોની રચના કરી છે. ઈત્યાદિ પ્રસંગોમાં ર્માણવાદને માનવા બેસીએ તો સંસાર વ્યવહાર બગડી જશે. જૈમિની, ચાર્વાક સાંખ્યના પુ૨સ્કર્તા પણ જન્મ્યા હતા. મોટ થતા વ્યવહાર ચલાવ્યો ભણ્યા, ભણાવ્યા, ઉપદેશ આપ્યો, ગ્રન્થ કર્તા થયા આ બધી વાતો ક્ષણિકવાદમાં બની શકે તેમ છે જ નહીં. બીજી વાત આ છે કે, જીવમાત્ર ધર્મ કરે, અધર્મ કરે પાપકરે, દાનપુણ્ય કરે, તો આના ફળો તથા આના કા૨ણે સદ્ગત કે દુર્ગીતની વ્યવસ્થા પણ બગડી જશે. અને એમ થયું તો આખાય સંસા૨નો વ્યવહાર જ થઈ જશે. અથવા ધર્મ, અધર્મ આદિ નિર્હતુક જ સિદ્ધ થશે. પછી દેવર્ગત, નરકર્ગાતમાં જવાવાળો કોણ ? અને સૌના શાસ્ત્રો તે તે તિઓનું વર્ણન કરે છે. તે સર્વથા નિરર્થક સિદ્ધ થશે. માટે પ૨સમય વક્તવ્યતાનો સિદ્ધાન્ત કોઇને પણ માન્ય નથી. બેશક વૈરાગ્ય પૂર્તિ માટે ક્ષણિવાદને માનવામાં વાંધો નથી. (૪) અક્રિયાત્વ, નામનુ દૂષણ પણ શૂન્યવાદને લાગુ પડ્યા
પો
વિના રહેવાનું નથી. કેમકે સર્વ શૂન્યમાં ક્રિયા ક૨વા વાળો કોણ ? શા માટેક્રિયા કરશે ? અને કરાવશે ? ખાવા માટે કોળીઓ એક જણ તોડે, ચાવે બીજો, અને રસાસ્વાદ ચાખે ત્રીજો, ઇત્યાદિ વાતો શૂન્યવાદમાં સુસંગત બનશે ખરી ? હવે બીજી વાત પૂછીએ કે