________________
૧
જીવ નથી, આત્મા નથી પરભવ નથી પુચ કે પાપ કશું નથી, આમ કહેના૨ ચાહે ચાર્વાક હોય, જૈમિની હોય, ગોશાલો હોય કે ખુદ દેવ હોય પણ તેમના શસ્ત્રો જોયા પછી ખબર પડે છે કે બુદ્ધદેવને છોડી શેષ બધાય ચારે સંજ્ઞાના ગુલામ હતા અન્યથા ખાનાર કોણ ? સ્ત્રી સંગ ક૨ના૨ કોણ ? ભયગ્રસ્ત થના૨ કોણ ? અને બાળ બચ્ચાઓના ભરણ પોષણ માટે પરિગ્રહનો ગુલામ કોણ ? તમે કાચ કહેશે કે આ બધી ક્રિયાઓ શરી૨ની છે. તો જવાબમાં જાણવાનું કે, મડદામાં પણ પાંચભૂતો વિદ્યમાન છતાં તે ખાવાપીવાની કે સ્ત્રીસંગ આદિની એકેય ક્રિયા કેમ કરતો નથી ? તમે કહેશો કે પાંચભૂતમાંથી પવન નામનો ભૂત શરીરમાંથી નીકળી ગયો છે. તો પંપતાશ પવન ભર્યા પછી પણ તે ખાતોપીતો કેમ નથી ? બીજી વાત એ છે કે તમારા મતે માનેલા પંચભૂતો સ્વયં જડ હોવાથી તેમાં ચૈતન્ય શક્તિ કેવી રીતે ? જેનાથી ? ઉત્પન થશે. તલમાં તેલ છે પણ રેતમાં થી તેલ કેવી રીતે કાઢશો ? માટે પંચભૂત જડ હોવાથી તેમાં ક્યારેય પણ ચૈતન્ય આવવાનું નથી. ઇત્યાદિ કારણે જ અનર્થોની પરંપરા સર્જનાશે તમાશે મત અનર્થ કા૨ક હોવાથી અનર્થ છે. (૨) અહેતુત્વ- પ૨સમય વક્તવ્યતાને અમાન્ય કરવામાં
બીજુ કારણ અહેતુત્વ છે. કોઈ પણ સાધ્યની સિદ્ધિ કરવી હોય તો સાધ્યની સાથે અવિના ભાવ એટલે કે હેતુ માત્રનો સાધ્યની સાથે રહેવું જ જોઈએ તો કાર્ય સિદ્ધિ થવામાં વાંધો નથી. જ્યા ધૂમાડો હોય ત્યાં ત્યાં અને હોય જ, એટલે કે ધૂમાડો આંનેવના