________________
૪૧૯
ગાડી ૪=30 મિનિટે ઉપડે છે અને તમને ૩ વાગ્યે પૂછતા પૂછે છે. તમાશે ભાઈ હજી તો મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના
પ્લેટફેર્મ પર બેઠો છે અને દિલ્લી જવાની ગાડી હજી તૈયાર પણ નથી અને પ્લેટર્મ પર આવી પણ નથી. છતાં માણે ભાઈ દિલ્લી ગયો છે. આવી રીતનો જવાબ સૌ કોઈ આપે છે. હું તમને પૂછું છું કે, આવા પ્રકા૨ના ભાષા વ્યવહા૨ને તમે જૂઠો માનવા જશો તો સંસારમાં સંવાદિતા કેવી રીતે ઉભી કરશો ? માટે વસ્તુને જોવામાં માપદંડ બદલી નાખો અને જે રીતે શાસ્ત્રોની ચર્ચા સંસારના વ્યવહા૨ સાથે બંધ બેસતી થાય, તે પદ્ધતિએ વિચારવાનું રાખશો તો તમારા માનવાવતા૨, પંડિતાઈ વાક્છટા દ લેખે લાગશે અને તેમ થતાં સમ્યગજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકશો. જેથી વાતેવાતેવિતંડાવાદ, જીભાજોડી આદિ માનરાક પાપોમાંથી પણ તમે તમારી જાતને બચાવી શકશો.
બોલવાવાળાની અપેક્ષા સમજવી અને તેમાંથી સત્યતા તથા યથાર્થતા ગોતવી તે સ્યાદ્વાદ કહેવાય છે. ક્યારેક અનન્ત ધર્માત્મક પદાર્થમાંથી એક જ ધર્મનો નિર્ણય કરવાનો હોય ત્યારે નયવાદનો આશ્રય જ સીધો સાથે માર્ગ છે. હું પ્રસ્થક બનાવું તેવો સંકલ્પ સુતારે કર્યો છે અને તેના કારણે વિવશત પદાર્થ માટેના ભાષા વ્યવહારને આપણે જોઈ ગયા છીએ.