________________
૪૩૦
મેળવવામાં, ચિતામણિને પ્રાપ્ત કરવામાં કે નાગના માથાપ૨ રહેલા મણિને મેળવવામાં, મંત્રજાપ કરવામાં કવિઓના વિશ્વાસે જીન્દગીને બરબાદ કરશો નહીં. છતાં આ વસ્તુઓના સત્યાર્થને મેળવવો હોય તો લબ્ધભંડાર ગૌતમસ્વામીના ચરણોજ અમૃત છે. અને જૈન શાસન ચિંતામણિ તુલ્ય છે.
હવે આપણે તૃતિય ભંગનું સ્વરૂપ જાણીએ. વસન્ત ઋતુ સમયે પીપલ વૃક્ષના પાંદડાઓ પોતાના મૂળસ્થાનથી જીર્ણશીર્ણ થઈને નીચે પડ્યા અને ધૂળમાં ૨ગઘેલાઈ ગયા. સાથે સાથે વૃક્ષને જાણે નવું જીવન આવી ગયું હોય, આવેલા નવા પાંદડાઓનું વર્ણન કરતા ટીકાકાર કહે છે કે અભિનવ, કમનીય કામનીના કરતળના સ્પર્શ જેવા મલાયમ, આંખોને ગમી જાય હદયને આનંદિત કરે તેવા મુલાયમ પાંદડા જાણે ! ખડખડ હસતા હોય તેવા શોભી રહ્યા છે. તે સમયે ધૂળમાં ધૂસરિત થયેલા અને જાણે પોતાની દયનીય દશાને રોતાં હોય તેમ જૂના પાંદડાઓ નવા આવેલા પાંદડાઓને ઉપદેશ આપતા કહે છે કે, આ વૃક્ષ પ૨ જેવા તમે આજે શોભી રહ્યા છો. તેવા અમે પણ એક દિવસે તમારી જેમ હસતા હતાં પણ કમેની કઠિનાઈના કારણે આજે અમારી આ દશા થવા પામી છે.
બધુઓ રામજી લેજે કે તમે આજે જેવા છો આવતી કાળે અમારી જેવાજ થઈ જવાના છો. માટે અમારી ગરીબાઈ પ૨ દીનવસ્થાપ૨ શા માટે હસી રહ્યા છો. કેમકે આવતી