________________
૪૩૭
જે સમસ્ત લોકમાં વ્યાપક હોવાથી મહાભૂત કહેવાય છે. આ પાંચ ભૂતોને છોડી જીવ નામક સ્વતંત્રદ્રવ્ય નથી પાણીમાં કાંકરી નાખતાં જેમ ૫૨પોટો થાય છે. ગોળ ને સડાવ્યે શરાબ થાય છે. તેવી રીતે સ્ત્રીની કુક્ષિમાં પાંચ મહાભૂતો ભેગા મળતાં ૫૨પોટાની જેમ અથવા મદર્શાક્તની જેમ ચૈતન્ય (જીવ) ઉત્પન્ન થાય છે. માટે મરી ગયા પછી ૫૨લોકમાં જવાવાળો કોઇ નથી. પરપોટો ફૂટે અને પાણીમાં મળી જાય તેમ પંચમહાભૂતોનાવિનાશ સાથે. જીવનો વિનાશ થાય છે, કેમકે ભૂતો અને જીવ એકજ છે. આ પ્રમાણેની વાતો લોકાયત મતમાં પ્રતિપાદન થયેલી હોવાથી ૫૨સમય વક્તવ્યતા જાણવી. આ સિદ્ધાન્ત જૈન શાસનને માન્ય નથી.
સ્વપ૨ સમય વક્તવ્યતા જેમકે ઘરમાં રહેતા ગૃહસ્થી અરણ્યમાં વસતો તાપસાદિ, પ્રજિત થયેલા બુદ્ધ આદિના સાધુઓનું કથન છે કે, આમા૨ા મતને સ્વીકા૨ના૨ાઓ સમ્પૂર્ણ દુ:ખોથી મુક્ત થાય છે. આ વાતને સાંખ્યાદિ કહે તો પ૨સમય જાણવો અને જૈનો કહેતો સ્વસમય અર્થાત્ – ગૃહસ્થો કે સાધુઓ ર્યાદ જૈનત્વ સમ્પન જૈન શાસન ને સ્વીકા૨ કરે તો, સમ્પૂર્ણ દુ:ખોનો નાશ ક૨ના૨ા થાય છે.
નયો વડે આ ત્રણેની વિચારણા
મૈગમ અને વ્યવહા૨ નય, ત્રણે પ્રકા૨ની વક્તવ્યતાને માન્ય કરે છે, કેમ કે નૈગમનય અતિ વિશાલ હોવાથી વસ્તુને સ્વીકા૨વામાં તેની પાસે ઘણા ગમ એટલે પ્રકા૨ છે, જ્યારે વ્યવહા૨નય લોકમાં જેવા પ્રકારનો