________________
૪૩૧
કાળ તો તમારા માટે પણ આવવાની છે. ઋદ્ધિ સમૃદ્ધિમાં છલકાઈ જવું તથા દીન દુ:ખી અને અનાથોને જોઈ હસવું તો સારૂ નથી. આગમ ચૂત્રની આ પ્રાકૃત ગાથાને ગુતરાતી કવિએ અનુવાદિત કરી કહ્યું કે.
"પીપલ પાન ખરતાં, હાતી કંપલીય અમવીતી તુમ વીતશે ધીમી બાપલીયા"
કથાનો ઉપાય આ છે કે વૃક્ષના પાંદડાઓ યદ્યપિ એકેન્દ્રિય હોવાથી તેમને જીભ નથી માટે બોલી શકે તેમ નથી જ. તો પણ ઉપમા - ઉપમેય ભાવને સૂત્રકાર સમજાવે છે કે આ સંસાર સૌ ને માટે કાચની બંગડી જેવો છે.
ઋદ્ધિ સમૃદ્ધિ વિજળીના ચમકારા જેવી છે. કાયાની માયા નાગણ જેવી છે. મદમાતું રૂપાળું શરી૨ પાણીના પરપોય જેવું છે. સત્તા પીપલના પાન જેવી છે માટે સમજી લેજે કે એક સરખી દશા, યુવાની, ચમકતી કાયા, શ્રીમંતાઈની સ્થિરતા કોઈની પણ ૨હી નથી. માટે સંસારની વિનશ્વ૨ માયાને શણગારવા કરતા આત્માને શણગારવાનું શખશો. અહીં જીર્ણશીર્ણ પાંદડા ઉપમેય છે અને કિશલય (નવાપાંદડા) ઉપમાન છે.
ચતુર્થ ભંગ- અચભૂતને અસદ્દભૂતની ઉપમા જેમકે ગઘેડાને શીંગનો અભાવ છે. તે સૌ કોઈ જાણે છે. તેમ સમલાને પણ સીંગ નથી છતાં તેમ કહી શકીએ છીએ. ગઘેડાનારસંગ કેવા ? જવાબમાં શાળાના શિંગ જેવા બને અસદ્દભૂત હોવા છતા ઉપમા ઉપમેય ભાવને વાંધો નથી.