________________
છે. તે રીતે જ અર્થને પ્રાપ્ત કરે છે.
વસતિ દષ્યક્ત
વસતિ એટલે ૨હેવું તેના દત્તથી નોનો વિચાર આ પ્રમાણે ક૨વો, જેમ કે પાટલીપુત્રમાં રહેતા અયક પુરૂષને એક માણસ પૂછે છે કે: ‘આપશ્રી ક્યાં રહો ? ત્યારે અવિશુદ્ધ ગમનય મતાનુસારી જવાબ આપે છે કે, “હું લોકમાં રહું છું" પ૨જુ લોક અને અલોક રૂપે લોક બે પ્રકારે છે. અલોકમાં તે રહી શકાય નહીં ત્યારે ઉર્ધ્વલોક, અધોલોક અને તિર્યલોકમાંથી આપશ્રી કયા લોકમાં રહો છો ? કેમ કે વિશુદ્ધ ગમનય અતિવ્યાતવાળું હોવાથી, લોકમાં રહું છું આ જવાબ ઠીક નથી લાગતો, માટે જવાબમાં કહ્યું કે, હું તિર્યલોકમાં રહું છું. વિશુદ્ધ બૈગમનય ફરીથી પૂછે છે, તિર્યલોકમાં પણ આપશ્રી જબ્બીપથી લઈ
સ્વયંભૂરમણ સુધીના અસંખ્ય દ્વીપ સમુદ્રોમાં બધે સ્થાને રહો છો ? વિશુદ્ધ નૈગમ કહે છે કે, હું જમ્બુદ્વીપમાં રહું છું. આ તપમાં પણ ભરતક્ષેત્ર, ઐવતક્ષેત્ર, હેમવતત્ર, હરણ્યવતક્ષેત્ર, હરિવર્ષ, ૨મ્યવર્ષ, દેવગુરૂ, ઉત્તરકુરૂ પૂર્વમહાવિદેહ પશ્ચિમમહાવિદેહ આ બધાય ક્ષેત્રોમાં તમે રહો છો ? ત્યારે વિશુદ્ધત૨ નૈગમનય મતાનુસારી કહે છે, હું ભરતક્ષેત્રમાં રહું છું. ભરત ક્ષેત્રમાં પણ દક્ષિણાર્ધ અને ઉત્તરાર્ધ બે વિભાગ છે. તો તમે ક્યા ભારતમાં રહો છે ?