________________
૪૨૩
ત્યારે વિશુદ્ધત૨ નયવાદ્ય દક્ષિણાઈ ભ૨તમાં રહેવાનું કહે છે. ગામ-નગ૨- આક૨- ખેડ- કબ્બડ-મંડલ- દ્રોણમુખ આદિ સર્વેમાં રહો છો? જવાબમાં કહે છે કે હું પાટલિપુત્રમાં દેવદત્તના ઘરે તેના પણ ગર્ભગૃહમાં રહું છું ઈત્યાદિ પ્રકારે ભાષાવ્યવહાર થાય છે અને તેમાં કોઈને પણ અજુગતું લાગતું નથી. નૈગમની જેમ વ્યવહા૨નયને પણ જાણવો. જયારે સંગ્રહનચ આસન પર બેઠેલાને માને છે. ઋજુસૂત્ર આકાશ પ્રદેશમાં અવગાઢને માને છે. કારણ કે ગર્ભગૃહમાં પણ આસન પ૨ બેઠો હશે, આસન પણ આકાશ પ્રદેશમાં રહે છે, જ્યારે; ત્રણે શબ્દનયો પોતાના આત્મભાવમાં રહેલાને માન્ય કરે
પ્રદેશ દાન
જેનો બીજો વિભાગ ન થાય તે દ્રવ્યનો છેલ્લો દેશ તે પ્રદેશ જાણવો. તેને દષ્ટાન્ત રૂપે માનીને નયવાદે આ રીતે વિચારવાનું છે. નૈગમનયના મતે ધર્માસ્તિકાય પ્રદેશ, અધર્માસ્તિકાય પ્રદેશ, આકાશાસકાય પ્રદેશ, જીવાતકાય પ્રદેશ, સ્કન્ધ પ્રદેશ અને આ પાંચે દ્રવ્યોના બે પ્રદેશથી બનેલ દેશપ્રદેશ આ પ્રમાણે છ પ્રદેશ છે. આ નૈગમનયની માન્યતા છે. પણ આ સંગ્રહનયને મંજુર નથી, તર્ક આપતાં કહે છે કે નૈગમનયની છ પ્રદેશોની માન્યતા ઠીક નથી. કેમ કે ધર્મારૂકાયાદિ દ્રવ્યસંબંધી દેશનો જે