________________
૪૦૬
દ્રવ્યશંખ એટલા માટે કહ્યું નથી કે, ભાવશંખ બનવામાં તેમને આટલા ભવોનો વ્યવધાન છે. તે કારણે એક ભવાદને જ દ્રવ્યશંખત્વ કહેવાય છે. હવે આ જીવો કાળથી કેટલા સમય સુધી રહેશે ? જવાબમાં કહેવાયું છે દ પૃથ્વી આદિ કોઈક ભવમાં અન્તર્મુહર્ત જીવિત રહી પછી તરત જ શંખ યોનિમાં ઉત્પન્ન થાય તે અન્તર્મુહૂર્ત શંખ કહેવાશે અને મત્સ્યદ ભવે પૂર્વ કોટિ જીવિત રહી શંખમાં ઉત્પન થશે તે પૂર્વ કોટિ એકભાવિક કહેવાશે. અહીં એટલું જાણવાનું અન્તર્મુહર્તથી હીન આયુ કોઈનું નથી માટે જધન્યથી અન્તર્મુહૂર્ત કહેવાયું છે અને પૂર્વકટથી વધારે આયુષ્ય હોય તે અસંખ્યાત વર્ષ આયુષ્યવાળો હોવાથી દેવગતિમાં ઉત્પન થશે. શંખમાં નહીં માટે ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ કહેવાય છે. આયુષ્યકર્મનું બંધન અનુભૂયમાન આયુષ્યમાં જધન્યથી અન્તર્મુહૂર્ત શેષ રહે ત્યારે અને ઉત્કૃષ્ટથી પૂર્વકોટના ત્રીજા ભાગે આયુષ્યનું બંધન થાય છે. નિકટ ભવિષ્યના ક્ષણોમાં જ શંખમાં જન્મવું હોય તો જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહર્ત કાળ જાણવો. ત્યાર પછી ભાવ શંખ બનશે.
નૈગમ, વ્યવહાર અને સંગ્રહનય સ્થૂળ દષ્ટિવાળા હોવાથી ત્રણે જાતના શંખને માન્ય કરે છે. આ દષ્ટિ કારણમાં કાર્યનો ઉપચાર કહે છે. જેમ કે ભવિષ્યમાં રાજકુમાર, રાજા બનશે માટે કુમારને પણ રાજા કહેવામાં વાંધો નથી. આ