________________
૪૨૭
ત્રણે નયોથી ઋસૂત્ર વિશુદ્ધ હોવાથી પ્રથમને છોડી બાકીના બેને સ્વીકારે છે. જ્યારે શબ્દનયો છેલ્લાનો સ્વીકાર કરે છે.
ઔપમ્ય સંખ્યા
ઔપમ્ય એટલે ઉપમા અને વસ્તુના પરિચ્છેદનું નામ સંખ્યા છે ઉપમા આપીને વસ્તુનો નિર્ણય ક૨વો અથવા તો ઉપમા પ્રધાન જે વસ્તુનો નિર્ણય હોય તે ઔપમ્ય સંખ્યા છે. જેના ચાર ભેદ છે.
(૧) સસ્તુ, સસ્તુની સાથે ઉર્પામત કરવામાં આવે. (૨) સસ્તુ, અસસ્તુની સાથે ઉમિત કરાય. (૩) અસસ્તુ, સસ્તુની સાથે ઉમિત કરાય. (૪) અસસ્તુ, અસસ્તુની સાથે ઉમિત કરાય.
જે વસ્તુની સત્ કે અસત્ ઉપમા દેવાની હોય તે ઉપમાન છે અને સત્ કે અસત્ વસ્તુ વડે જેને ઉર્પામત એટલે ઉપમા દેવાની હોય તે ઉપમેય જાણવો.
પ્રથમ ભંગમાં તીર્થંક૨ ૫૨માત્મા ઉપમેય છે, તેમના વક્ષ:સ્થળ, બાહુ આદિ કોના જેવા છે ? તેને ઉમિત (વિશ્ષત) ક૨વા માટે ઉપમાનભૂત વસ્તુ કંઈ છે? સારાંશ કે, ઉપમેય તીર્થંક૨ ૫૨માત્મા, કપાર્ટાદના ઉપમાનથી તેમનું સ્વરૂપ નિશ્ચિત થાય છે, તે ઔપમ્ય સંખ્યા છે. તીથંકરની છાતી કેવી છે ? તે નગરના મુખ્યદ્વારના કપાટ જેવી
-――――――――――