________________
Yex
પ્રદેશ છે તે વસ્તુત: તે તે દ્રવ્યોનો જ પ્રદેશ મનાય છે. માટેછપ્રદેશના સ્થાને તમારે પાંચ પ્રદેશો જ માનવા જોઈએ. જેમ મારા દાસે (નૌકરે) એક ગધેડો ખરીદયો. તે માશે જ હેવાશે, કેમ કે દસ માગે છે તો તેની વસ્તુઓ પણ મારી જ મનાય છે. તેમ પ્રદેશ પણ જે દ્રવ્યનો છે તે તેનો જ મનાતો હોવાથી પાંચ પ્રદેશની માન્યતા જ અંગત માન્યતા છે. સંગ્રહને જવાબ દેતો વ્યવહા૨નય આમ કહે છે. પાંચ માણસોનું અમુક એક દ્રવ્ય (સુવર્ણાદિ) સામાન્ય હોય તો તે પ્રમાણે પાંચે દ્રવ્યોનો એક પ્રદેશ સૌને માટે સામાન્ય હોય તો પાંચ પ્રદેશ માનવામાં વાંધો નથી. પણ તેવું નથી. ' માટે કહેવું જોઈએ કે પ્રદેશ પાંચ પ્રકારે છે. દ્રવ્યો જયારે પાંચ પ્રકારે છે તો પ્રદેશો પણ પાંચ પ્રકારે માનવા જોઈએ. આ રીતની નયવાદની ચર્ચા મૂળસૂત્રમાં ટીકામાં પણ સ્પષ્ટ છે, મતલબ કે બીજો કોઈ ધર્મને તિરસ્કાર્યા વિના પોતાની વાત કહેવી તે સુનય છે અને જ' લગાડીને બીજા ધર્મોનો તિરસ્કાર કરી પોતાની વાતને સિદ્ધ કરવી તે દુર છે.
સંખ્યા પ્રમાણ એટલે શું ?
પ્રમાણાન્તર્ગત સંખ્યાની ચર્ચા આ પ્રમાણે જાણવી. જે નામ સંખ્યા, સ્થાપના સંખ્યા, દ્રવ્યસંખ્યા, ઔપચ્ચ સંખ્યા, પરિમાણ રાંખ્યા, જ્ઞાન સંખ્યા, ગણના સંખ્યા અને ભાવ સંખ્યા આ પ્રમાણે સંખ્યા શબ્દની ચર્ચા આડે