________________
૪૧૮
કરી રહ્યો છું. આ બધા પ્રશ્નો અને ઉત્તશે યદ્યપિ ગામડીઆ છે, તો પણ તેને સત્ય તરીકે જાણવા અને સમજવા એટલા માટે હિતાવહ છે કે વ્યવહારમાં બોલાતી ભાષા પણ લગભગ અસત્ય હોતી નથી. માટે શમ્યગજ્ઞાન એટલે, વસ્તુના સત્ય સ્વરૂપને સમજવામાં તેના યથાર્થનો નિર્ણય કરવો તે શમ્યગજ્ઞાન છે. ગામડીઆઓની ભાષાને અસભ્ય કહી તેની મશકરી ક૨ના૨ સમ્યગ જ્ઞાન કેવી રીતે મેળવશે ?
યથાર્થદ્રષ્ટા, યથાર્થવાદી ભગવાન મહાવીરસ્વામીએ, તે સમયના ધર્મના ઝઘડાઓ તથા જૂદા જૂદા પાખંડો, મઠો અને વાતેવાતે ડંડાઇંડી કરીને દેશ બ૨બાદ ક૨નાશ પાખંડ તત્ત્વોને જોઈ લીધા પછી, તેમજ એક બાજુ દરેક પ્રસંગને તત્ત્વને 'જ' લગાડી વાતેવાતે તોફાનક૨નાશ ક્રિયાવાદિઓ, અક્રિયાવાદિઓ, અજ્ઞાનવાદિઓ, વિનયવાદિઓના કારણે ભારતદેશના અધિનાયકો, શ્રીમંતો તેમ જ મધ્યમવર્ગીઓની બુદ્ધિ સર્વથા અકચ૯૨ બનવા પામી હતી. તે સમયે સ્યાદ્વાદના માધ્યમથી ભગવંતે કહ્યું કે, હે ભાગ્યશાલિઓ ! કોઈ પણ વાતને-ચર્ચાને અવળા માર્ગે લઈ જવા કરતાં રાવળે માર્ગે તેનો નિર્ણય કરવાનું રાખશો તો તમે કંઈક ફાયદામાં રહેવા પામશો. 'તમાશે દેવદત્ત ભાઈ ક્યાં ગયો છે ?' એમ તમને કોઈ પૂછે ત્યારે તમે કહેશો કે, 'તે દિલ્લી ગયો છે. તમને પણ આટલી તો ખબર છે કે, મુંબઈ સેન્ટ્રલથી દિલ્લી જવાની