________________
Y૧૬
બાય પ્રમાણ
પ્રસ્થક, વસતિ અને પ્રદેશ દષ્ટાન્તથી નય ત્રણ પ્રકારે કહેવાયું છે. નયોની સ્પષ્ટ રૂપરેખા પહેલા ચર્ચાઈ ગઈ છે. માટે પ્રસ્તુત સૂત્રની પૂરતી જ ચર્ચા કરીશું અને તે પણ આ ત્રણેના ઉદાહરણોના માધ્યમથી સૂત્રકારે પણ આ રીતે જ ચર્ચા કરી છે.
નૈગમ, વ્યવહાર, સંગ્રહ, ઋજુસૂત્ર, શબ્દ, શર્માભઢ અને એવંભૂત નામે નયોસાત પ્રકારે છે.
સંસા૨ભ૨ના માનવોની વ્યવહાર પદ્ધતિ બોલવાની પદ્ધતિ તેમ જ શૌના હૈયામાં રહેલા આશયો, અભિપ્રાયો અને તે આશયોને પ્રકાશિત કરવાની રીતભાત કોઈની પણ એક સમાન રહેતી નથી. વાત એક જ હોય પણ સૌ તે વાતને પોતપોતાના મતિજ્ઞાન પ્રમાણે સમજવાની અને સમજાવવાની પદ્ધતિનો આશ્રય લઈ ભાષાવ્યવહાર કરશે. યદ્યપિ કોઈની ભાષામાં આડંબ૨ શબ્દાલંકાર હોય છે. તો બીજાની ભાષા સીધી સાદી હોય છે. તો પણ તેના અર્થને બીજો માનવ સમજી લે છે.
ટેપ પડી, ઘંટ વાગ્યો, મીલનો ભંગશે વાગી રહ્યો છે. આ વાક્યોના શબ્દાર્થ સાથે કોઈને પણ લાગતું વળગતું નથી, પણ શૌને તેના ભાવાર્થ સાથે મતલબ રહેલો હોય છે કે નૌકરીમાંથી કે કામધંધામાંથી છુટી પડી (રિસેસ પડી)