________________
૪૧૪
વ્યાપાશે, અનન્તકાય અને અભક્ષ્ય પદાર્થોના ભોજન કરવા આદિ કાર્યો નિદનીય છે. અગમ્ય કારણોને લઈ કરવા પડે તે વાત જૂધી છે પણ તે કાર્યો, ભોજનો વ્યાપારો કરવા જ જોઈએ. આદ વાતો ખોટી એટલા માટે છે કે, જીવાત્માને ધર્મનો રંગ વૈરાગ્યનો રંગ લાગ્યો નથી. તેમ નવા પાપોના દ્વા૨ બંધ કર્યા વિના અને જૂના પાપોનો નાશ કર્યા વિના આત્મોન્નતિ નથી. આવું સત્યજ્ઞાન થયું ન હોવાથી માણસ મિથ્યાત્વ તરફ પ્રસ્થાન કરે છે.
સમ્યક્યાત્રિ.
શમ્યવિશેષણવિશિષ્ટ ચારિત્ર જ સમ્યફચારિત્ર કહેવાય છે. જે સમ્યજ્ઞાન વડે નિંદનીય અને આંનંદનીય કાર્યો ખ્યાલમાં આવે અને સમ્યફચારિત્ર વડે નિંદનીય માર્ગનો ત્યાગ અને અનિંદનીય માર્ગનો સ્વીકાર કરવાનો ભાવ જાગે. તે ચારિત્ર છે. સર્વસાવધ યોગની વિશત (ત્યાગ) કરવી તે ચારિત્ર છે, મતલબ કે દૈનિક, શત્રક, ક્રિયાઓમાં પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, અનેકાય અને વનસ્પતિ અને ત્રસકાયાદ ઔકેય જીવના પ્રાણોને હાનિ ન પહોંચે તે ચારિત્ર છે. જેના સામાયિકાદિ પાંચ ભેદ છે. (૧) સામાયિક (૨) શગદ્વેષની પ્રવૃત્તિમાં શમભાવે રહેવું. (૩) નિદક અને પ્રશંસક માનવો પ્રત્યે સમભાવે રહેવું.