________________
૪૧૫
(૪) પત્થર અને સુવર્ણ પ્રત્યેની માયાનો ત્યાગ કરવો.
એટલે કે સુવર્ણને પત્થરની જેમ માનવો. (૫) જેનાથી થોડે ઘણે અંશે પણ રાગ દ્વેષ, રત-અર્શત
થાય તે માગ, મિત્રો પુસ્તકો અને તેમનો સહવાસ પણ છોડી દેવો.
ઈત્યાદિ પ્રસંગોમાં સમભાવ કેળવવો તે સમાય છે. અને સ્વાર્થમાં ઇકણું પ્રત્યય આવવાથી સામાયિક શબ્દ બને છે. આ સામાયિકાદ ચારિત્ર આત્માનો ગુણ હોવાથી ચારિત્રગુણ પ્રમાણ કહેવાય છે. સ્વલ્પકાળ પ્રમાણ અને જીવનના અન્તમસ્વાસ પર્યતની સામાયિકના પણ બે ભેદ છે. સાધક જયાં સુધી મહાવ્રતોનું ઉચ્ચારણ કરે નહીં ત્યાં સુધી તેનું સામાયિક અલ્પકાલીન કહેવાય છે. જે પ્રથમ અને ચરમ તીર્થકોના કાળ દ૨મ્યાન સાધુ – સાધ્વીઓને હોય છે. આજના વ્યવહારમાં જે કાચીદીક્ષા કહેવાય છે. આમાં પોતાના આત્માને ચારિત્રની ટ્રેનિંગ લેવાની હોય છે અને જયારે ખાત્રી થઈ જાય છે ત્યારે મહાવ્રતોનું ઉચ્ચારણ કરાવાય છે. જેને વડી દીક્ષા કહીએ છીએ. જેમાં ચાવજજીવ એટલે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી મહાવ્રતોની આરાધના કરવાની છે. આ ચારેત્ર છેદોપસ્થાપનીય નામે સંબોધાય છે. વધારાનું વિસ્તૃત વર્ણન એટલે શેષ ચારેત્રોનું સ્પષ્ટીકરણ મારા લખેલા ભગવતી સૂત્રોના ભાગમાંથી જાણવું.