________________
V૧૩
મતિજ્ઞાનથી પ્રાપ્ત થયેલી બુદ્ધિ અને મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદયે દુર્ભુજ વિશેષ પ્રકારે વિદ્યમાન છે. જેઓ મતજ્ઞાનાવરણીય કર્મોના ભારી આત્મા છે તેમના માટે પણ કહેવાનો કંઈ પણ અર્થ નથી. જયારે થોડે ઘણે અંશે શબુદ્ધિ, સદ્વિવેક અને સદુપયોગની પ્રાપ્તિ જેમને થઈ હશે ? તે ભાગ્યશાળીઓને જ વિચારવાનું છે કે ૮૪ લાખ જીવાયોનિમાં સર્વશ્રેષ્ઠ મનુષ્યાવતા૨ને પ્રાપ્ત કર્યા પછી, મારે મદ-વચન અને કાયાથી પ્રવૃત્તિ, કરાવી જ હોય તો, નિંદનીય પ્રવૃત્તિ કે અનિંદનીય પ્રવૃત્તિ કરવી ? કેમ કે, "એક ક્ષણને માટે પણ આત્મા કે મન પ્રવૃત્તિ વિના ૨હી શકવાનો નથી.
ખાનપાન, વ્યવહાર અને પુત્ર પ૨વાશદના ભરણ પોષણ માટે કંઈ પણ કરવાનું સર્વથા અનિવાર્ય હોવાથી તે તે કાર્યો સૌ કોઈને કરવાના રહે છે. છતાં પણ જયાં સુધી બની શકે ત્યાં સુધી સર્વથા નિંદનીય જેના કારણે માનવતા, દયા અને પરોપકારતાદિ ગુણો મકરી રૂપે બને તેવાહિશક અને જૂઠથી પૂર્ણ પ્રવૃત્તિ ન કરે તે ઈચ્છનીય છે.
તે સિવાય બીજી ઘણી પ્રવૃત્તિઓ એવી છે જેના મૂળમાં મિથ્યાજ્ઞાન, મિથ્યાદર્શન, પૂર્વગ્રહ આદિ કામ કરતાં હોય છે. જેમ કે વારંવાર નીઓમાં સ્નાન, પંચાને તપ, ભાંગ. ગાંજા અને ચરસની ચલમો પીવી. તે ઉપરાન્ત સમજદારીમાં આવ્યા પછી પણ અતિશય લોભ વશ થઈને ૧૫ કર્માદાનના