________________
૪૧૦
શેષ ઈન્દ્રિયોમાં ચક્ષનો રામાવેશ ન કર્યો તેનું કારણ એક જ છે કે ચક્ષુ અપ્રાપ્યકારી છે. એટલે કે કોઈની પણ આંખ પદાર્થ પાસે, અથવા કોઈ પણ દય વસ્તુ આંખ પાસે આવતી નથી. માટે ચક્ષુ અપ્રાપ્યકારી છે. જ્યારે બીજી બધી ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. એટલે કે સંગીતનો અવાજ કાન પાસે ટકરાશે, લીંબુનો રસ જીભ સાથે સંબંધિત થશે, સુગન્ધ કે દુર્ગધ નાક સાથે અને ચામડી સાથે બીજી વસ્તુનો સ્પર્શ થતાં તે તે ઈન્દ્રિયોના માધ્યમથી આત્માને જ્ઞાન થવા પામશે માટે આ ઈન્દ્રિયો પ્રાપ્યકારી છે. સારાંશ કે આ ઈન્દ્રિયોને એટલા માટે જ જ્ઞાનેન્દ્રિયો કહી છે. શ્રીખંડના વાટકામાં પડેલા ચમચાને શ્રીખંડનો ૨સાસ્વાદ કોઈ કાળે પણ થતો નથી. તેવી રીતે આંખથી જોવાય, કાનથી શંભલાય, જીભથી આસ્વાદાય, નાકથી ચૂંઘાય કે ચામડીથી
સ્પર્શાય પણ તેનું જ્ઞાનતો આત્માને જ થવાનું છે. અન્યથા ૪૦ વર્ષની ઉમે અંધત્વ કે બધિરત્વને પ્રાપ્ત થયેલો માણસ તે પહેલાની બધીય વાતોનું વર્ણન તો બરાબર કહે છે. ત્યારે સમજવાનું સ૨ળ ૨હેશે કે, જ્ઞાન અમ્પા આત્મા જ ઈન્દ્રિયોના માધ્યમથી જ્ઞાન પ્રાપ્ત કહે છે. ઈન્દ્રિયો પુલોથી બનેલી હોવાથી જડ છે.
અવધિદર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલું દર્શન, અવધિદર્શન કહેવાય છે. આ લબ્ધ જેમને પ્રાપ્ત થયેલી હોય તે સાધક સર્વે રૂપીદ્રવ્યોને જાણે છે અને જુવે છે. પણ આ જ્ઞાન લાયોપશમક હોવાથી શેષ