________________
૪૯
છે. તેના પર કોઈક કારણે આઘાત લાગે ત્યારે બધુય બરાબર હોવા છતાં તે માણસ જોઈ શકતો નથી. સાંભળી શકતો નથી. જયારે બીજી બાજુ ભાવેન્દ્રિયની ક્ષયોપશમ લબ્ધ ન હોવાના કારણે આંખ કાન બરાબર હોવા છતાં પણ તેના
સ્પેશિયાલિસ્ટ ડાફટશે પણ સર્વથા નિષ્ફળ ૨હેવા પામે છે. માટે જ કર્મોની ગતિને ગહન કહી છે.
આપશ્રીએ જયારોઆકાર અને વિકલ્પ રહિત જ્ઞાનને દર્શન રૂપે માન્યું છે. તો આંખેથી જોવાયેલો 'ઘટ' તો વિશેષ પ્રકારે જોવાઈ રહ્યો છે. તેનું શું ? જવાબમાં જાણવાનું કે, જૈન તાર્કિકોએ સામાન્ય અને વિશેષમાં અભેદ માન..! હોવાથી, સામાન્યથી વ્યંત૨ફત વિશેષ અને વિશેષને છોડી સામાન્ય નામની કોઈ વસ્તુ છે જ નહીં, મતલબ કે વૈશેષિક દર્શનની જેમ સામાન્ય અને વિશેષ સર્વથા
સ્વતંત્ર દ્રવ્યો છે જ નહીં. અથવા આ બન્નેને દ્રવ્ય સ્વરૂપે માનવાની જરૂર પણ નથી, કેમ કે, વસ્તુમાત્રના ઉત્પાદન સમયે જ ઘટમાં ઘટત્વ (સામાન્ય) અને ૨ક્તત્વ (વિશેષ)નો વ્યવહાર થઈ જાય છે તથા ચક્ષુને છોડી શેષ ચારે ઈન્દ્રિયો અને મનને અચક્ષુદર્શનમાં સમાવિષ્ટ કર્યા છે, તેમાં પણ શ્રોત્રેજિયાવરણીય ધ્રાણેન્દ્રિયાવરણીય કર્મોનો ક્ષયોપશમ થાય, સાથોસાથ તેઓંન્દ્રયોનો ઉપઘાત પણ ન થાય તો કન, નાક, જીભ અને સ્પર્શ તથા મનની લબ્ધિઓના માલિક તે સાધકની બધી ઈન્દ્રિયો પોતપોતાના વિષયનું જ્ઞાન ઉપાર્જન કરાવવામાં શક્તિશમ્પા બનશે.