________________
YOR
ચારવેદ. પુરાણ આદિ ગ્રન્થોને લૌકિક આગમ રૂપે જાણવા. (૨) તપશ્ચર્યા અને સંયમની અભૂતપૂર્વ આરાધનાથી પ્રાપ્ત થયેલા કેવળજ્ઞાન અને કેવળદર્શન યડે ત્રણે લોકના ત્રણે કાળના સર્વે ભાવોને, પર્યાયોને, ગતિઓને, આગતિઓને, કર્મોના ફળોને જાણનારા વૈલોક્ય પૂજિત, સાર્વજ્ઞ, શર્વદર્શી - અરિહંત પરમાત્માઓના પ્રણીત આગમ લોકોત્તર આગમ છે. આ બન્નેની વ્યાખ્યાઓ ભાવકૃતના વ્યાખ્યાન દ૨મ્યાન કરાઈ ગઈ છે. અથવા સૂત્રાગમ, અર્થગમ અને તદુભયાગમ રૂપે આગમ ત્રણ પ્રકારે છે. સૂત્રને સૂત્રાગમ, તેનો અર્થ તે અર્થીગમ અને સૂત્ર તથા અર્થની જાણકારી તદુભયાગમ છે.
આત્માગમ, અનરાગમ અને પરંપરાગમ રૂપે પણ આગમના ત્રણ ભેદ છે.
ગુરૂના ઉપદેશ વિના આત્માને સત્યજ્ઞાન થવું તે આત્માગમ કહેવાય છે. ક્ષાયિક સમ્પર્વની પ્રાપ્ત થયા પછી. તીર્થકરોના આત્માઓનું મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય કર્મ અને અવધિજ્ઞાનાવરણીય કમની સ્થિતિ. ૨સ લગભગ નેસ્તનાબુન થવાની અણી પર આવી ગયેલા હોવાથી તેમનું મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પણ શુદ્ધતમ થઈ ગયેલા હોય છે. આ કારણે જ પૂર્વ ભવના આશધત આ ત્રણે જ્ઞાનો જે ભવમાં તીર્થંકર થવાના હોય છે તે ભવમાં જન્મતા જ સાથે હોય છે. માટે જ તેઓને