________________
૪૦૧
વૈધર્મ્સ ઉપમાન :
જેમાં સમાનતા નથી હોતી તેવી ઉપમાને વૈધર્મ્યુ ઉપમાન કહે છે. જેમ કે શબલા ગાયનું વાછ૨ડું શાબલેય છે પણ બીજી સફેદ આદિ ગાયોના વાછડા તેના જેવા નથી. યર્ધાપે પશુ શરીર (ગાયનું શરી૨) બન્નેમાં સમાન છે. પણ રંગમાં જ ફુરક છે. માટે આ વૈધર્મ્સ ઉપમાન કહેવાય છે. વાયસ અને પાયામાં વાયસ (કાગડો) સચેતન છે અને પાયસ (ખી૨) અચેતન છે. યર્ધાપ આ બન્નેમાં ઘણા ધર્મોનો વિસંવાદ છે. તો પણ આ બન્નેમાં બે વર્ણોની સમાનતા તો સ્પષ્ટ છે. નીચ માણસે નીચ માણસ જેવું જ કામ કર્યું છે. આમાં જાણવાનું કે યર્ધાપ નીચ માણસ ખરાબ કામ જ કરે છે. તો પણ ગુરૂનો ઘાત આદિ નિકૃષ્ટતમ પાપ કરતો નથી. પણ આ ભાઈએ તો ગુરૂ આદિનો ઘાત કર્યો છે માટે આમ કહેવાય છે કે નીચ માણસે નીચ જેવું કામ કર્યું છે. દાસે દાસ જેવું. કાગડાએ કાગડા જેવું અને કૂતરાએ કૂત૨ા જેવું કામ કર્યું છે.
આગમ પ્રમાણ
લૌકિક અને લોકોત્ત૨ રૂપે આગમના બે ભેદ મનાયા છે.
(૧) અજ્ઞાની મિથ્યા ષ્ટિના માલિકોએ પોતાની સ્વચ્છંદ બુદ્ઘિની કલ્પનાથી બનાવેલા મહાભારત, શમાયણ,