________________
૨૩૮
ગઈ. વૃદ્ધાવસ્થા આવી છતાં મનુષ્યત્વને વાંધો નથી આવ્યો. આ ભાવ સાદિક અને અનાદિક રૂપે બે ભેટે છે. સાદિક જેની આદિ છે, અને જેની આદિ નથી તે અનાદિક છે. જીર્ણસુરા, જીર્ણ ગોળ, જીર્ણ ઘી અને જીર્ણ તંદુલ આદિમાં જે જીર્ણ પર્યાય રૂપ પરિણામ આવ્યો છે તે સાદિક ભાવરૂપે છે કા૨ણ કે- જીર્ણતાના કાળની પૂર્વ કોર્પોટ જાણી શકાય છે. અર્થાત્ સુચમાં, ગોળમાં, ઘીમાં, અને તંદુલમાં જે નવીનતા પર્યાય હતી. તે જ હવે જીર્ણ થઈ છે, માટે સુર્ગાદે દ્રવ્યોના એક નવીન પર્યાય અને બીજો જીર્ણ પર્યાય છે. આ બંને પર્યાયોમાં પણ દ્રવ્ય અનુગત રૂપે રહે છે. જ્યારે નવીનતાનો પર્યાય જાય છે ત્યારે જીણપર્યાયને આવતાં કેટલી વા૨ ?
આકાશના વાદળા, વૃક્ષાકારે પર્ણામત વાદળા, કાળા, નીલા વાદળાઓની પરિણતી રૂપ સન્ધ્યા, ગન્ધર્વનગ૨, ઉલ્કાપાત, દિગ્દાહ, ગાજતી વિજલી, યૂપક (શુદ્લ પક્ષનો ત્રણ દિવસનો બાળચન્દ્ર) ધૂમિકા મહિકા, ધૂલવાળી દિશા, ચન્દ્ર સૂર્યના ગ્રહણો ઈન્દ્ર ધનુષ્ય આદિ સાદિક પરિણામો છે.
હિમધ૨ વગેરે વર્ષધ૨ પર્વતો, પાતાલ કળશાઓ આદિ પણ સાદિક પરિણામ છે, યર્ધાપ વર્ષધર્શાદ પર્વતો શાશ્વતા છે. તો પણ તેના પર્યાયો બદલાતા રહે છે. કેમ કે પુદ્ગલો અસંખ્યેય કાળ પછી બદલી જાય છે. આ રીતે